સુરતમાં માંડ માંડ પરિસ્થિતિ કાબૂમાં આવી છે ત્યારે કોઝવે ખાતે પાણી જોવા ભીડ ઉમટી, કોરોનાને ખુલ્લું આમંત્રણ


Updated: May 10, 2021, 3:59 PM IST
સુરતમાં માંડ માંડ પરિસ્થિતિ કાબૂમાં આવી છે ત્યારે કોઝવે ખાતે પાણી જોવા ભીડ ઉમટી, કોરોનાને ખુલ્લું આમંત્રણ
લોકો તાપી નદીના કોઝવે ખાતે ઉમટી પડ્યા.

રવિવારની રજામાં સુરતીઓ જાણે મોજ-મસ્તી કરવાના મૂડમાં હોય તેમ વિયર કમ કોઝવે પર મિત્રો સાથે ફરી રહ્યા હતાં. જેને લઈને ફરીથી એપ્રિલ મહિના જેવી સ્થિતિ સુરતમાં ઊભી થઇ શકે છે.

  • Share this:
સુરત: તાપી નદી (Tapi river- Surat)નું જળસ્તર નીચું જવાની સાથે સાથે દુર્ગંધ મારતં પાણી આવતું હોવાની શહેરીજનોમાં ફરિયાદ ઉઠી હતી. જેને ધ્યાને લઈને મનપા દ્વારા સિંચાઈ વિભાગને ઉકાઈ ડેમ (Ukai dam)માંથી પાણી છોડવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને ઉકાઈ ડેમમાંથી કુલ 17 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેથી સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી પર બાંધવામાં આવેલા કોઝ-વેનું જળસ્તર આજે મહત્તમ સપાટીને પાર કરી જતાં પાણી ઓવરફ્લો (Overflow) થયું હતું. જેને જોવા માટે લોકોનાં ટોળેટોળા ઉમટ્યાં હતાં. લોકો જાણે કે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા હોય તે રીતે વર્તતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા વિયર કમ કોઝવેમાં ઉકાઇ ડેમમાંથી 17,000 ક્યૂસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતા કોઝવેમાંથી ગંદુ પાણી ધોવાઇ ગયું હતું અને નવા નીર કોઝવેમાં આવ્યા હતા. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઓવરફલો થતા કોઝવે ભર ઉનાળે ઑવરફલો થઇ જતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. જેને લઈને લોકોએ કોઝવેમાં પાણી જોવા ભારે ભીડ જમાવી હતી.

આ પણ વાંચો: વડોદરા: પા...પા...પગલી ભરતા શીખેલા દોઢ વર્ષના બાળકને પિકઅપ વાને કચડો નાખ્યો, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતીલાલાઓ સ્વભાવે હરવા-ફરવાનું અને મોજમસ્તીના શોખીન હોવાથી પાણી જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, આ પ્રકારની ભીડ ખતરનાક સાબિત થઈ શકે છે. જોકે, હાલ બાગ-બગીચા સહિતના ફરવા લાયક જાહેર સ્થળો બંધ હોવાથી લોકો કોઝવે ખાતે ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: પાટણ: રેવન્યૂ તલાટી બન્યા 'સિંઘમ', માસ્ક બાબતે યુવકોને ડંડાથી ફટકાર્યાં, તલાટીને આવી સત્તા કોણે આપી? 

હાલ સુરતમાં ધીરે ધીરે કોરોનાનું સંક્રમણ અંકુશમાં આવવા લાગ્યું છે. પરંતુ લોકો ફરી ગંભીર રહેવાને બદલે બેદરકારી દાખવી કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે. તાપી નદી પરના વિયર કમ કોઝવે પર મોટી સંખ્યામાં લોકો લટાર મારવા નીકળી પડ્યા હતાં.આ પણ વાંચો: સુરત: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મૉડલ યુવતીને લગ્ન માટે દબાણ કરી જાહેરમાં ફટકારી

રવિવારની રજામાં સુરતીઓ જાણે મોજ-મસ્તી કરવાના મૂડમાં હોય તેમ વિયર કમ કોઝવે પર મિત્રો સાથે ફરી રહ્યા હતાં. જેને લઈને ફરીથી એપ્રિલ મહિના જેવી સ્થિતિ સુરતમાં ઊભી થઇ શકે છે. સુરતમાં કોરોનાને નાથવા માટે કોર્પોરેશન દ્વારા અત્યારે પણ ટેસ્ટિંગની પ્રક્રિયા યથાવત રાખી છે. એવામાં લોકો નિયમમાં રહે તો સ્થિતિ ફટાફટ સુધરી શકે છે. જો લોકો આવી જ રીતે બેદરકાર રહેશે તો સંક્રમણ પર કાબૂ મેળવતા સમય લાગી જશે.
Published by: Vinod Zankhaliya
First published: May 10, 2021, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading