સુરત : પ્રેમિકાના પરિવારે લગ્નનો ઇન્કાર કરતા રત્નકલાકાર પ્રેમીનો આપઘાત, ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી


Updated: June 12, 2021, 11:15 AM IST
સુરત : પ્રેમિકાના પરિવારે લગ્નનો ઇન્કાર કરતા રત્નકલાકાર પ્રેમીનો આપઘાત, ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
પ્રતિકાત્મક તસવીર

Surat News : રત્નકલાકાર રવિ બે મહિનાથી બેરોજગાર હોવાની વિગતો સામે આવી અને તેના કારણે પ્રેમને ન પામી શકવાથી માનસિક તાણમાં રહેતો હતો. આશાસ્પદ યુવકે જિંદગીનો કરૂણ અંત આણી લેતા માતમ

  • Share this:
સુરત : સુરત શહેરમાં (Surat)માં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની (Suicide) વધારે પડતી ઘટનાઓ ઘટી રહી છે. આર્થિક સંકડામણ અને પારિવારિક પ્રશ્નોમાં આપઘાત કરવાના બનાવો આવી રહ્યા છે ત્યારે પ્રેમ પ્રેકરણમાં પણ લોકો પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે. સુરત શહેરમાં આવો જ આપઘાતનો વધુ એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. સુરતના પુણા ગામમાં રહેતા રત્નકલાકારે (Diamond Worker)એ પ્રેમ લગ્નના મુદ્દે (Love marriage) ધાર્યુ ન થતા નાસીપાસ થઈ જિંદગી ટૂંકાવી છે. આશાસ્પદ રત્નકલાકારે પોતાના ઘરના બેડરૂમમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂકાવી લીધી હતી. જોકે, સૌથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે પ્રેમ લગ્નમાં પ્રેમિકાના પરિવારે ઈન્કાર કરતા પ્રેમી રત્નકલાકારે આ પગલું ભર્યુ હોવાની વિગતો સામે આવી રહી છે. આ રત્નકલાકાર બેરોજગાર હતો જેના કારણે તેના પ્રેમ લગ્ન માટે પરિવાર સંમત ન થયો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.

કરૂણ ઘટનાની વિગતો એવી છે કે સુરતના  પુણાગામમાં વિક્રમનગરમાં રહેતા 34 વર્ષીય રવિ ઘનશ્યામભાઇ રાઠોડે ગુરૂવારે સાંજે ઘરે બેડરૂમમાં પંખાના હૂક સાથે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.


જોકે રવિ કોરોનાને લઈને છેલ્લા બે મહિનાથી બેકાર બની ગયો હતો અને જેને લઈને આર્થિક સંકડામણ સાથે બેકારને લઈને માનસિક તાણમાં રહેતો હોવાની વિગતો સામે આવી છે. તો બીજી બાજુ  રવિની એક યુવતી સાથે આંખ મળી ગઇ હતી. તે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પણ યુવતીના પરિવારે તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી.

આ પણ વાંચો : મોરબી : કરૂણ ઘટના! મહિલા LRDએ ક્વાર્ટરમાં આપઘાત કર્યો, 15 દિવસ પૂર્વે જ મળ્યું હતું પોસ્ટીંગ

આ પણ વાંચો : ડીસા: C.A પતિએ મિત્રો સાથે મળીને કરાવી હતી પત્નીની હત્યા, મુખ્યસૂત્રધાર ઝડપાયોઆ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

જોકે બેકાર હોવાને લઇને પરિવારે ના કહેતા સતત માનસિક તાણમાં રહેતા યુવાન રવિને પ્રેમિકાના પરિવારે બેકારીને લઈને લગ્નનો ઈન્કાર કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં રવિ માનસિક આવેશમાં રહેતો હતો. આ યુવાન પ્રેમીના પરિવારે લગ્નની ના પડતા નાશીપાસ થઇ ગયો હતો.

આ પણ વાંચો : ગોંડલ : અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા, પોલીસને જણાવ્યું મર્ડરનું કારણ

આ પણ વાંચો : રાજકોટ : દારૂની હેરાફેરીનો ગજબ આઇડિયા! ઈડલી-સાંભાર અને શાકભાજી વેચનારા બન્યા બૂટલેગર

આ પણ વાંચો : અમદાવાદ : ફિલ્મી સ્ટાઇલે દારૂની હેરાફેરી કરતી હતી યુવતીઓ, બીયરનાં 214 ટીન સાથે ઝડપાઈ

તેને લગ્નની ના પડી તે વાતનું માઠું લાગી આવ્યુ હતું અને આવેશમાં આવીને આપઘાત કરી લીધો હતો. જોકે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનના આ પગલાંને લઇને પરિવાર સાથે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ જાવા પામી હતી. જોકે રત્નકલાકાર યુવાનના આપઘાત મામલે પુણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: June 12, 2021, 10:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading