સુરત : બે ટાબરિયાઓએ કરી ઑક્સીજન કૉન્સન્ટ્રેટર ખરીદવાની જીદ, કારણ જાણી માતાપિતા પણ આશ્ચર્યમાં મૂકાયા


Updated: June 7, 2021, 10:10 PM IST
સુરત : બે ટાબરિયાઓએ કરી ઑક્સીજન કૉન્સન્ટ્રેટર ખરીદવાની જીદ, કારણ જાણી માતાપિતા પણ આશ્ચર્યમાં મૂકાયા
સુરનતા આ ભૂલકાંઓની વાત વડીલોને આશ્ચર્ય પમાડશે.

જુઓ વીડિયોમાં બે લીટલ કોરોના યોદ્ધાઓએ શું કહ્યું, ત્રીજી લહેર પહેલાં બાળકોની આ જીદે માતાપિતાને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

  • Share this:
સુરતમાં (Surat) પહેલી અને બીજી લહેર ખૂબ ઘાતક રહી હતી. કોરોનાના (Coronavirus cases)  કેસોની સામે મોતનો આંકડો પણ સૌથી વધારે નોંધાયો હતો. કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની (Oxygen) તંગી પણ ઉભી થઇ હતી. તો કેટલીક હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના બાટલની ઓન તીવ્ર માગ ઉઠવા પામી હતી. દેશ કોરોનાની બીજી લહેરમાંથી નીકળીને ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કરી રહ્યો છે. ત્યારે સુરતના બે ભૂલકાઓએ એક એવુ કામ કર્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે.  શહેરના બે બાળકોએ માતા પિતા પાસે રમવા માટે રમકડા માગવાની જગ્યાએ ઓક્સિજન મશીન (Oxygen Concentrator) માગ્યું હતું. જોકે માતા પિતાએ તેમની આ માંગણી પુરી કરી આપતાની સાથે આ સોશિયલ મીડિયામાં આ બાળકોનો વીડિયો વાયરલ થયો છે.

આ બાળકો કુંભારે પરિવારના હોવાની માહિતી છે. 9 વર્ષનો મયંક સુશીલ કુંભારે અને 6 વર્ષની શ્રુતિ સુરેશ કુંભારે એ પોતાના માતાપિતા પાસે ગિફ્ટમાં કોઈ રમકડાં નહિ માંગ્યા પણ માંગ્યું તો ઓક્સિજન મશીન.સંતાનોની આ માંગ જોઈને માતાપિતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા કે છોકરાઓ આવી જીદ કેમ કરે છે.

સુરત : બે ટાબરિયાઓએ કરી ઑક્સીજન કૉન્સન્ટ્રેટર ખરીદવાની જીદ, કારણ જાણી માતાપિતા પણ આશ્ચર્યમાં મૂકાયા pic.twitter.com/Wa4FWBPkWI— News18Gujarati (@News18Guj) June 7, 2021પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે બંને બાળકોએ જણાવ્યું કે, ઓક્સિજનના અભાવે લોકોને જીવ ગુમાવતા પણ જોયા છે. ત્યારે આ સમાચારે બાળકોના માનસપટ પર એવી અસર કરી કે તેઓએ નક્કી કર્યું કે, શા માટે એક ઓક્સિજન મશીન ન ખરીદવામાં આવે.આ પણ વાંચો :  Gold price today : ખુશખબર! ખુલતી બજારે સોનાના ભાવ ઘટ્યા, રેકોર્ડબ્રેક કિંમત કરતાં 7,000 રૂ.નો કડાકો

આ પણ વાંચો : કચ્છ : લુખ્ખાતત્વોની 'દાદાગીરી'નો Live Video, પોલીસ કૉન્સ્ટેબલ પર છરાથી હુમલાનો પ્રયાસ

જેથી જો ભવિષ્યમાં કોઈ દર્દીને તેની જરૂર ઉભી થાય તો તેઓ કોઈને મદદ કરી શકે.જોકે બીજી લહેરમાં ઓસકસીજનની જે કમાઈને લઈને લોકો હેરાન થયા હતા ત્યારે આવી હેરાન ગતિ લોકોને ના થાય તે માટે લોકોઇ મદદ માટે આ મશીન તેમને લીધું છે જોકે ત્રીજી લહેર માં બાળકો સૌથી વધુ પ્રભાવિત થાય તેવું છે ત્યારે  મયંક અને શ્રુતિએ આ મશીન ખરીદીને પોતાની ત્રીજી લહેર સામે લડવાની તૈયારી કેવી છે તેનો એક સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો : પંચમહાલ : પત્નીની હત્યા કરી પતિએ કૂવામાં લગાવી મોતની છલાંગ, સંતાનો થયા નિરાધાર

આ પણ વાંચો : જૂનાગઢ : 21મી સદીમાં પણ બાળલગ્નનું દૂષણ! એક નહીં બે-બે ઠેકાણે થવાનું હતું 'પાપ'

નાના ભૂલકાઓ ભગવાનને પ્રાર્થના કરતા પણ નજરે ચડે છે કે ત્રીજી લહેર આવવી જ ન જોઈએ. પણ જો આવે તો તેઓ મદદ કરવા તૈયાર છે. તેમણે વીડિયોના અંતમાં લોકોને પણ સંદેશ આપ્યો છે જેથી બીજા પણ આવી મદદ કરવા તૈયાર થાય.જોકે બાળકોની આ  મદદ કરવાની રીતે લઈને લોકો તો પ્રભાવિત થયા છે સાથે સતાહૈ લોકો આ બાળકોબના વખાણ પણ કરી રહ્યા છે.ત્યારે જો બાળકો સમજી શકે છે તો શહેરના લોકોએ આ બાળકો પાસેથી શીખ લઇને બીજી લહેરમાં થયેલી હેરાનગતિ ત્રીજી લહેરમાં ના આવે તે મ,અંતે ચેતવાની જરૂર છે.
Published by: Jay Mishra
First published: June 7, 2021, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading