સુરતનો વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ ગુમ થયેલો પતિ પત્નીના બીજા લગ્ન બાદ અચાનક પ્રગટ્યો, સાળાની પત્નીની છેડતી કરી!


Updated: May 15, 2021, 12:27 PM IST
સુરતનો વિચિત્ર કિસ્સો: લગ્ન બાદ ગુમ થયેલો પતિ પત્નીના બીજા લગ્ન બાદ અચાનક પ્રગટ્યો, સાળાની પત્નીની છેડતી કરી!
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

સુરતમાં એક યુવાન લગ્ન બાદ પત્નીને છોડીને ગુમ થઈ ગયો હતો. જોકે, યુવક પત્નીએ બીજા લગ્ન કરી લીધા બાદ અચાનક સામે આવ્યો હતો.

  • Share this:
સુરત: સુરતમાં એક વિચિત્ર જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિ (Husband)એ તેના સાળાની પત્ની (Wife)ની છેડતી કરી છે. પોલીસે આ કેસમાં આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે. આ કેસ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યો છે એટલો સીધો નથી. આ કેસમાં આરોપી યુવક વર્ષે પહેલા લગ્ન (Marriage) બાદ તેની પત્નીને છોડીને ગુમ થઈ ગયો હતો. જે બાદમાં પરિણીતાએ બીજા લગ્ન કરી લીધા હતા. વર્ષો બાદ પતિ તેની પત્નીની શોધમાં નીકળ્યો હતો. આ દરમિયાન તેણે સાળાના ઘરે જઈને તપાસ કરી હતી. પત્નીની કોઈ જાણકારી ન મળતા પતિએ સાળીની પત્નીનો હાથ પકડી લીધો હતો અને તેણીને છેડતી કરી હતી.

સુરતમાં એક યુવાન લગ્ન બાદ પત્નીને છોડીને ગુમ થઈ ગયો હતો. જોકે, યુવક પત્નીએ બીજા લગ્ન કરી લીધા બાદ અચાનક સામે આવ્યો હતો. આ દરમિયાન તેણે ન કરવાનું કરી નાખ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા ખાતે રહેતા શશીકાંત નામના યુવાનના લગ્ન મોટા વરાછા ખાતે રહેતા પરિવારની યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ શશીકાંત અચાનક પરિણીતાને છોડીને જતો રહ્યો હતો.

આ પણ વાંચો: 'લવ યૂ જિંદગી' ગીત પર હૉસ્પિટલના બેડ પર ઝૂમતી નજરે પડેલી યુવતી કોરોના સામે જંગ હારી!

પતિ છોડીને જતો રહેતા પરિવાર સતત ચિંતામાં રહેતો હતો. પત્ની એકલી પડી ગઈ હતી અને લાંબા સમય સુધી પતિ પરત ન ફરતા પરિવારે તેના બીજી જગ્યાએ લગ્ન કરાવી દીધા હતા. જોકે, થોડા વર્ષે બાદ ગાયબ રહ્યા બાદ યુવકને પત્નીની યાદ આવતા તે પરત આવ્યો હતો અને તેણીની શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો: 'સેક્સ માટે બહાર જવું છે': લૉકડાઉનમાં ઈ-પાસ માટે પોલીસને મળી વિચિત્ર અરજી

આ પણ વાંચો: અમદાવાદ: હની ટ્રેપ મામલે ધરપકડ કરાયેલા મહિલા PIએ સેનિટાઇઝર પી લીધું

પત્નીની શોધમાં યુવક મોટા વરાછા ખાતે રહેતા તેના સાળાના ઘરે પહોંચી ગયો હતો. અહીં તે અવારનવાર જતો હતો અને પત્ની વિશે પૂછપરછ કરતો હતો. ત્યાંથી કોઈ જવાબ ન મળતા રઘવાયેલા થયેલા યુવકે સાળાની પત્નીનો હાથ પકડી લીધો હતો અને છેડતી કરી હતી. આ મામલે પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.
Published by: Vinod Zankhaliya
First published: May 15, 2021, 12:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading