સુરત : 'તું મોટો દાદો થઇ ગયો છે', ત્રણ મિત્રોએ જ પિતા અને મામાની નજર સામે યુવાનને છરાના ઘા ઝીંક્યા


Updated: May 22, 2021, 6:30 PM IST
સુરત : 'તું મોટો દાદો થઇ ગયો છે', ત્રણ મિત્રોએ જ પિતા અને મામાની નજર સામે યુવાનને છરાના ઘા ઝીંક્યા
સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન

કાદીર, અફઝલ અને ઝુબેર તથા ઇમરાન તમામ મિત્રો છે. પરંતુ રમઝાનમાં સામાન્ય બાબતમાં અફઝલના ભાઇ સલમાન સાથે ઝઘડો થયો હતો અને

  • Share this:
સુરત : ઉન ગામના મગદુમ નગરમાં 'તે કેમ રમઝાનમાં સલમાન સાથે તકરાર કરી હતી, તું મોટો દાદો થઇ ગયો છે' એમ કહી યુવાન પર તેના જ મિત્રોએ છરા વડે હુમલો કરી પેટમાં અને જાંઘ ઉપર ગંભીર ઇજા પહોંચાડતા સચિન જીઆઇડીસી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણની અટકાયત કરી છે. અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં માત્ર સામાન્ય બાબતમાં જ ગંભીર ગુનાઓ બની જતા હોય છે. જેને લઈને લોકો પણ ચોંકી ઉઠે છે. ત્યારે ઉનગામમાં આવી જ એક ઘટના સામે આવી છે. ઉન ગામ મગદુમ નગરમાં પેઇન્ટર હુસૈન બશીર ખાટીક ભાડાના મકાનમાં રહે છે. આ દરમિયાન તેનો મોટો પુત્ર ઇમરાન ગત રાત્રે મહોલ્લામાં જ રહેતા તેના મામાના ઘરે જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં ઇરફાનભાઇની કરીયાણાની દુકાન નજીક ઇમરાનને તેના મિત્રએ તેને અટકાવ્યો હતો.

આ પણ વાંચોસુરત : બુટલેગર ચેતલાનો Idea ફેઈલ, 'દારૂ ઘુસાડવા આ વખતે ગજબનો નવો જ કિમિયો અજમાવ્યો, ફરી ઝડપાયો'

અહીં કાદીરે તેને ગાળો બોલી કહ્યું, 'તે કેમ રમઝાનમાં સલમાન સાથે તકરાર કરી હતી, તું મોટો દાદો થઇ ગયો છે', એમ કહી ઝઘડો કરી અફઝલ અને ઝુબેરે ઇમરાનને પકડી રાખ્યો અને કાદીરે છરા વડે પેટમાં મારી દીધું હતું. અચાનક હુમલો થતા ઇમરાને બુમાબુમ કરતા તેના પિતા અને મામા યુનુસ નુર હબીબ ખાટીક દોડી ગયા હતા, પરંતુ તેમની નજર સામે જ કાદીરે છરાથી જાંઘમાં પણ હુમલો કર્યો, અને મારી ત્રણેય જણા ભાગી ગયા હતા.

આ પણ વાંચો - સુરતમાં આપઘાતની બે કરુણ ઘટના : બેરોજગારીથી કંટાળી એક યુવાન અને એક વૃદ્ધે મોત વ્હાલુ કર્યું

પિતા અને મામા ઇજાગ્રસ્ત ઇમરાનને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેય મિત્રો કાદીર ઉર્ફે સમીર હારૂન શેખ, અફઝલ હુસૈન મોહમંદ અસલમ અંસારી અને ઝુબેર યુસુફ ખાટીકની અટકાયત કરી છે.ઉલ્લેખનીય છે કે, કાદીર, અફઝલ અને ઝુબેર તથા ઇમરાન તમામ મિત્રો છે. પરંતુ રમઝાનમાં સામાન્ય બાબતમાં અફઝલના ભાઇ સલમાન સાથે ઝઘડો થયો હતો અને આ બાબતે સમાધાન પણ થઇ ગયું હતું. તેમ છતા ગત રાત્રે ઇમરાનને આંતરી આ લોકોએ હુમલો કર્યો હતો.
Published by: kiran mehta
First published: May 22, 2021, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading