સુરત : માલીક અને નોકર વચ્ચે રસ્તા પર બબાલ, મહિલાએ ઉગામી લાત, હાથાપાઈનો Video વાયરલ


Updated: June 4, 2021, 5:58 PM IST
સુરત : માલીક અને નોકર વચ્ચે રસ્તા પર બબાલ, મહિલાએ ઉગામી લાત, હાથાપાઈનો Video વાયરલ
મેસ કોન્ટ્રાક્ટર અને નોકર વચ્ચે બબાલ

આરામ કરવાને લઈને માલિક કારીગરોને મારવા લાગ્યા હતા, જેને લઈને એક કારીગર માલિકને માર-મારીને ભાગવા જતા તેને મેસના કોન્ટકટર એવા માલિકે પકડીને માર્યો

  • Share this:
સુરત : શહેરમાં જાણે લોકોને કાયદાનો ડર રહ્યો ન હોય તેમ આજે પોલીસ કમિશ્નર ભવન નજીક પોલીસ હેડક્વાર્ટરમાં કોન્ટ્રાક પર મેસ ચલાવતા માલિકે કારીગરને રૂપિયા આપવાની જગ્યા પર માર મારવા લગતા મામલો રસ્તા પર આવ્યો હતો. પગાર આપવાને લઈને થયેલી માથાકૂટમાં માલિકે કારીગર પર લૂંટનો આરોપ મુક્યો હતો. જોકે રસ્તા વચ્ચે થયેલી આ મારામારી સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ, પણ હાજર પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી કરી નહીં.

સુરતમાં વારંવાર કાયદાની ઐસીતૈસી કરતા વીડિયો વાયરલ થયા છે. જાણે લોકોને પોલીસની બીક જ ન રહી હોય તેમ રસ્તા પર મારામારી કરવા લાગતા હોય છે. બીજી બાજુ પોલીસ કર્મચારી પણ અનેક વખત કાયદાનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, ત્યારે આજે સુરત પોલીસ કમિશ્નર ભવન પાસે એક એવી ઘટના બની, ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ જોતા જ રહ્યા અને તમાસો એટલો મોટો થઇ ગયો કે, લોકોની ભીડ જામી ગઈ હતી.

આ પણ વાંચો - ખેડા: એક જ કુટુંબના બે પિતરાઈ ભાઈઓ વચ્ચે પથ્થરમારો-મારામારી, 7 લોકો ઈજાગ્રસ્ત

પોલિસ ભવનની સામે આવેલ હેટક્વાર્ટર ખાતે પોલીસ વિભાગમાં ભરતી થતા જવાનો ટ્રેનિંગ લેવા માટે આવતા હોય છે, ત્યારે આ જવાનો માટે ખાસ કોન્ટ્રાક પર મેસ ચલાવવામાં આવે છે, અહીં કેટરીગનું કામ આપવામાં આવ્યુ છે, જોકે અહીંયા આવેલ મેસમાં કામ માટે લાવેલા કરીગર નાસ્તો કરી આરામ કરતા હતા, ત્યારે આરામ કરવાને લઈને માલિક કારીગરોને મારવા લાગ્યા હતા, જેને લઈને એક કારીગર માલિકને માર-મારીને ભાગવા જતા તેને મેસના કોન્ટકટર એવા માલિકે પકડીને માર્યો હતો. આ સિવાય માલિકે આક્ષેપ લગાવ્યો કે, મહિલાની ચેન તોડી ભાગ્યો હતો. તો કારીગરે રૂપિયા આપ્યા નથી અને મારમાર્યાનો આક્ષેપ કર્યો હતો.આ બંને વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથે મારામારી શરૂ થઈ. આ જગ્યા પર હાજર પોલીસ કર્મચારી સાથે રસ્તા જતા લોકો પણ આ તમાસો જોતા જ રહ્યા. આખરે આ મામલે પોલીસે કઈ કાર્યવાહી નહિ કરતા સ્થાનિક લોકોએ આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. પોલીસે કાર્યવાહી કરવાની જગ્યા પર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી, જેને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
Published by: kiran mehta
First published: June 4, 2021, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading