સુરત : ભરબપોરે લૂંટની ઘટનાથી ચકચાર : પટેલ વેપારીને ચપ્પાના ઘા ઝીંકી, માર મારી લૂંટ ચલાવી


Updated: March 5, 2021, 8:06 PM IST
સુરત : ભરબપોરે લૂંટની ઘટનાથી ચકચાર : પટેલ વેપારીને ચપ્પાના ઘા ઝીંકી, માર મારી લૂંટ ચલાવી
અમરોલી પોલીસ સ્ટેશન

ચારેય ઇસમો બ્રિજેશનાં ખિસ્સામાંથી મોબાઇલ તથા ૬૦ હજારની કિંમતની બાઇક મળી કુલ 61,000 મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા

  • Share this:
સુરત : શહેરમાં લૂંટ, મારા મારી જેવી બાબત જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ગુનેગારોને કાયદાની કે પોલીસની બીક જ ન રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે અમરોલી વિસ્તારમાં રહેતા એક યુવાનને ચપ્પાના ઘા ઝીંકી, ઢોર માર મારી ચાર લૂટારૂઓએ લૂંટી લીધાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસરા, અમરોલી વિસ્તારમાં રહેતા પર યુવાન ગતરોજ ભર બપોરે ઉત્રાણ વી.આઇ.પી.સર્કલની બાજુમા તથા ઉત્રાણ કાપોદ્રા બ્રીજ પાસે આવેલ ત્રણ રસ્તા પાસેથી પસાર થઇ રહ્ના હતો, આ સમયે ત્રણ બાઇક પર ચાર ઇસમો આવ્યા હતા અને ચારેય ઇસમોઍ તેમની બાઇકને આંતરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ સિવાય ઍક ઇસમે યુવાનને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં તેના ખિસ્સામાંથી મોબાઇલ તથા બાઇક મળી કુલ ૬૧,૦૦૦ મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર યુવકે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોસુરેન્દ્રનગર : સેલ્ફિ લેતા બે મિત્રો કેનાલમાં ગરકાવ, જુઓ મસ્તી સાથે મોતનો અંતિમ Video

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. પોલીસની નિષ્ફળને પગલે હવે આવા ઈસમો ધોળેદિવસે પણ ચપ્પુ વડે હુમલો કરી લૂંટની ઘટનાને અંજામ આપતા અટકતા નથી. ત્યારે સુરત અમરોલી ન્યુ ક્રોસ રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય બ્રીજેશ વિનુભાઇ ભીશ્રા (પટેલ) વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બપોરના સમયે બેથી અઢી વાગ્યાના અરસામાં પોતાની ઍક્ટિવા બાઇક લઇ કામાર્થે નીકળ્યો હતો. બ્રિજેશ ઉત્રાણ વી.આઇ.પી.સર્કલની બાજુમા તથા ઉત્રાણ કાપોદ્રા બ્રીજ પાસે આવેલ ત્રણ રસ્તા ઉપર આસ્થા શોપીંગની બહારથી પસાર થઇ રહ્ના હતો.

આ પણ વાંચોઅમદાવાદ : 'મેરે બચ્ચો કો પૈસા દિલાના ઉસ શૈતાનો સે', વેપારીએ Video બનાવી કર્યો આપઘાત, મોતની કરૂણ કહાની

આ સમયે ત્રણ ઍક્સેસ મોપેડ પર આશરે વીસથી પચ્ચીસ વર્ષના ચાર અજાણ્યા ઇસમો આવ્યા હતા અને તેઓઍ બ્રીજેશને આંતરી બાઇક ઉભી રાખવી હતી. બ્રિજેશ કઇ સમજે તે પહેલા જ ચારેય ઇસમોઍ તેમને ઢીક મુક્કીનો માર મારી ચાકુ વડે ડાબા હાથની આંગળીના ભાગે તથા જાંધ પર ઘા મારી ઇજા પહોંચાડી હતી. ચારેય ઇસમો બ્રિજેશનાં ખિસ્સામાંથી મોબાઇલ તથા ૬૦ હજારની કિંમતની બાઇક મળી કુલ 61,000 મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે બ્રિજેશે અમરોલી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: March 5, 2021, 8:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading