સુરત : સરથાણામાં 20 વર્ષીય યુવતીએ, તો સચીન વિસ્તારમાં 19 વર્ષિય યુવકે કર્યો આપઘાત


Updated: June 18, 2021, 8:23 PM IST
સુરત : સરથાણામાં 20 વર્ષીય યુવતીએ, તો સચીન વિસ્તારમાં 19 વર્ષિય યુવકે કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

પુત્રીનો ઘરકામ બાબતે પરિવારમાં ઝગડો થતા આ પગલું ભારિયાનું પોલીસ અનુમાન લગાવી રહી

  • Share this:
સુરત : શહેરમા આત્મહત્યાનો સિલસિલો યથાવત છે. સરથાણામાં ૨૦ વર્ષીય યુવતિઍ પોતાના ઘરમાં ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે સચીન જીઆઈડીસીના ખાતામા ૧૯ વર્ષીય પરપ્રાંતિય યુવકે બાથરૂમમા ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

સુરતમાં સતત આપઘતની ઘટના વધી રહી છે, ત્યારે આજ બે લોકોએ આપઘાત કરી લેવાની ઘટના સમયે આવતા ચકચાર મચી જવા પામી છે, ત્યારે પહેલા બનાવામાં સુરતના સરથાણા શ્યામધામ મંદિર પાસે એક સોસાયટીમા રહેતા પરિવારમાં 20 વર્ષીય પુત્રી શીવાનીએ પોતાના ઘરમા કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાના ટીકડા ગટગટાવી લીધા હતા.

તેણીની તબીયત બગડતા તેના પિતા પોપટભાઈ માણિયા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા ટુંકી સારવાર દરમિયાન તેણીનુ મોત નિપજ્યું હતું. આ અંગે સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે પુત્રીનો ઘરકામ બાબતે પરિવારમાં ઝગડો થતા આ પગલું ભારિયાનું પોલીસ અનુમાન લગાવી રહી છે

આ પણ વાંચો - 'મા'ની મમતાનો ચમત્કાર! ડોક્ટરોએ હોસ્પિટલમાં બાળકને મૃત જાહેર કર્યો, ઘરે 'મા' મૃત બાળકને ઉઠાડતી રહી, અચાનક ચાલવા લાગ્યો શ્વાસ

મૂળ ઍમ.પી.ના મોરેના જિલ્લાના વતની અને હાલ કતારગામ નવી જીઆઈડીસી ખાતામા કામ કરી રીષીસિંગ રણજીતસિંગ અહી જ રહેતો હતો. જોકે કોરોના લઈને કામ બરાબર નહિ ચાલતું હોવાને લઈને રૂપિયાની આર્થિક તાગી વર્તાતી હતી જોકે બીજી બાજુ વતનમાં પરિવાર રૂપિયા માંગતા હોવાને લઈને આર્થિક સંકડામણ અનુભવતા આ યુવાને ગઈ કાલે કારખાનામાં ચોથા માળે ૫૯૩ના ખાતામાં રીષીસિંગે બાથરૂમમાં જઈ લોખંડના એંગલ સાથે ટુવાલ બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીદી હતી.

આ પણ વાંચો - નડિયાદ : નોકરી જઈ રહેલા યુવાનને ટ્રકે ફંગોળ્યો, યુવકનું સ્થળ પર જ કરૂણ મોત આ અંગે તેની સાથે કામ કરતા કારીગરોને ખબર પડતા પોલીસને કોલ કર્યો હતો. જેથી કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે એક સાથે બંનેવ આપઘાતની ઘટના આવતા બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Published by: kiran mehta
First published: June 18, 2021, 8:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading