સુરત : 'માતાના અવસાન બાદ ભાઈ-ભાભી આપી રહ્યા મારી નાખવાની ધમકી', TRB મહિલાએ નોંધાવી ફરિયાદ


Updated: May 7, 2021, 6:15 PM IST
સુરત : 'માતાના અવસાન બાદ ભાઈ-ભાભી આપી રહ્યા મારી નાખવાની ધમકી', TRB મહિલાએ નોંધાવી ફરિયાદ
ડિંડોલી પોલીસ

સંગીતાબેન રાજેશ ગોસાવી ટીઆરબીમાં નોકરી કરી બે સંતાનનું ભરણપોષણ કરે છે. દાગીનાને લઈ ભાઈ-ભાભી આપી રહ્યા ધમકી

  • Share this:
સુરત : શહેરના ડિંડોલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા મહિલા ટીઆરબીને તેના ભાઈ- ભાભીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલા ટીઆરબીની માતાનું અવસાન બાદ તેઓના ઘરેણા મામલે ભાઈ સાથે ઝઘડો થયો હતો. જેને લઈને તેને ધમકી આપી હતી. જેથી મહિલા ટીઆરબીએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ડિંડોલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા ૩૫ વર્ષીય સંગીતાબેન રાજેશ ગોસાવી ટીઆરબીમાં નોકરી કરી બે સંતાનનું ભરણપોષણ કરે છે. સંગીતાબેનનો પતિ રાજેશ અવાર નવાર દારૂ પીને મારપીટ કરતો હોવાથી સંગીતાબેને તેની સામે પોલીસ કેસ કર્યો ત્યારથી ૧૪ વર્ષથી અલગ પાંડેસરામાં રહે છે. જો કે ગત તા ૮મી એપ્રિલના રોજ સંગીતાબેનની માતાનું જયનગર સહાદા નંદુરબાર ખાતે અવસાન થતા તેઓ ત્યાં તેર દિવસ સુધી રોકાયા હતા તે વખતે તેનો ભાઈ મુકેશ સાહેબરાવ ગોસાવી (રહે, સુભ રેસીડન્સી કરાડવા તળાવની બાજુમા ડિંડોલી) દારુ પીને ધમાલ કરતો હતો.

આ પણ વાંચોસુરત : નાનોભાઈ દારૂ પી છાકટો બન્યો, તો મોટાભાઈએ પથ્થરથી માથુ ફોડી મોતને ઘાટ ઉતારી દીધો

સંગીતા અને તેની બહેન જયશ્રીએ તેને સમજાવતા ઝઘડો કર્યો હતો, ત્યારબાદ સંગીતાબેન સુરત આવી ગઈ હતી. માતાના અવસાન બાદ તેમના ઘરેણા પિતાઍ તેમની પાસે રાખ્યા હતા. પરંતુ, મુકેશ ગોસાવી અને ભાભી વર્ષાબેનને ઍવુ હતું કે, દાગીના સંગીતા પાસે હોવાની આશંકા છે. આ દરમિયાન ગત તા ૩૦મી એપ્રિલના રોજ મુકેશ અને તેની પત્ની વર્ષા રાત્રે ઘરે આવી ઘરનો દરવાજા ઠોકી માર મારવા લાગ્યા, અને માતાનું સોનુ જોઈએ છે, બહાર આવ તમને જીવતો નહી છોડુ હોવાની ધમકી આપી ગાળાગાળી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે સંગીતાબેને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લઈ મુકેશ અને તેની પત્ની વર્ષાબેન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by: kiran mehta
First published: May 7, 2021, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading