સુરતમાં અસામાજિક તત્વોએ છરીની અણીએ ચલાવી લૂંટ, Live વીડિયો આવ્યો સામે


Updated: July 23, 2021, 11:13 AM IST
સુરતમાં અસામાજિક તત્વોએ છરીની અણીએ ચલાવી લૂંટ, Live વીડિયો આવ્યો સામે
બનાવનો વીડિયો વયારલ થયો.

Surat news: સુરતનો લિંબાયત વિસ્તાર જાણે કે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે.

  • Share this:
સુરત: સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરત રાવતપુરા વિસ્તાર (Ravatpura area)માં કેટલાક યુવાનો જુગાર રમતા હતા. આ દરમિયાન બે ઈસમોએ ચપ્પુની અણીએ જુગાર રમતા યુવાનોને લૂંટી (Loot)ને ફરાર થઈ ગયા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થયો છે. લૂંટ કરવા આવેલો વિક્રમ ગુનાખોરી કરવા માટે પંકાયેલો હોવાની માહિતી મળી છે. ભૂતકાળમાં પણ તેનો એક વીડિયા વાયરલ થયો હતો જેમાં તે જમીન પર થૂંકીને લોકોને તે ચડાવી રહ્યો છે. આ મામલે તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો.

સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે અસામાજિક તત્વોનો જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સતત ઘટનાઓ સામે આવી રહી છે. એવું લાગી રહ્યું છે કે જાણે કે શહેર અસામાજિક તત્ત્વોના હાથમાં છે. હવે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. ગઈકાલે શહેરના સલાબતપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો જુગાર રમી રહ્યા હતા. આ સમયે વિક્રમ ત્યાં પોતાના સાથી સાથે પહોંચ્યો હતો અને જુગાર રમતા યુવાનોને ચપ્પુ બતાવી તેમની પાસેથી રોકડા રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: પોર્ન સ્ટાર્સે જ કર્યો ઇન્ડસ્ટ્રીના Dark સીક્રેટ્સનો ખુલાસો, જણાવ્યું શૂટિંગ ખતમ થયા પછી શું થાય છે?

આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જે બાદમં આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાય કર્યો હતો. વીડિયો વાયરલ થતા જ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ચપ્પુની અણીએ લૂંટ કરનાર વિસ્તારનો રહેવાસી છે અને ભૂતકાળમાં લિંબાયત વિસ્તારમાં વર્ચસ્વ સ્થાપવા માટે લોકોને જમીન પર થૂંકાવી ત્યારબાદ થૂંક ચટાવવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: દીયર સાથે આડા સંબંધમાં પત્નીએ કરી પત્ની હત્યા: દેરાણી સંબંધ બાંધતા જોઈ ગઈ અને ઘડાયો ખતરનાક પ્લાન...

ઉલ્લેખનીય છે કે સુરતનો લિંબાયત વિસ્તાર છેલ્લા થોડા દિવસોથી અસામાજિક તત્વોના અડ્ડો બની ગયો હોય તેમ એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. હાલ પોલીસે વીડિયો વાયરલ થયા બાદ આ અસામાજિક તત્વને પકડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આરોપી સામે ભૂતકાળમાં પણ આવા ગુના દાખલ થયેલા છે.
Published by: Vinod Zankhaliya
First published: July 23, 2021, 11:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading