સુરત : બ્રેઇન ડેડ આધેડે મરતા મરતાં ત્રણ વ્યક્તિને આપ્યું નવજીવન, કોરોનાકાળમાં પણ થયું અંગદાન


Updated: May 15, 2021, 6:04 PM IST
સુરત : બ્રેઇન ડેડ આધેડે મરતા મરતાં ત્રણ વ્યક્તિને આપ્યું નવજીવન, કોરોનાકાળમાં પણ થયું અંગદાન
સુરતના આધેડના અંગોનું બીજી લહેરની મુસીબતો વચ્ચે પણ અંગદાન થયું

કોરોનાની બીજી લહેરમાં અંગદાનની પ્રથમ ઘટના, લિવરનું દાન વડોદરાના દર્દી માટે થયુ, જોકે, દુ:ખદ બાબત એ રહી કે ટ્રાન્સપોર્ટેશનના અભાવે હ્રદય અને ફેફસાનું દાન શક્ય ન બન્યું

  • Share this:
મજુરાગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સ લિ.માં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોવિડ મહામારીને કારણે થોડા સમયથી રજા ઉપર હતા. બુધવાર તા.12 મેના રોજ પરેશભાઈ તેમની પત્ની પદમાબેન સાથે આ કંપનીમાં તેમનો પગાર લેવા માટે ગયા હતા. પગાર લઈને તેઓ ઓફીસમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચક્કર આવવાથી પડી ગયા હતા. તેમજ તેમને ઉલ્ટી થતા તેઓને તાત્કાલિક બાજુમાં આવેલ નિર્મલ હોસ્પિટલમાં ઓફીસ સ્ટાફની મદદથી ડો.ગૌરીશ ગડબૈલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી.

નિદાન માટે CT સ્કેન કરાવતાં મગજની નસો ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું ગુરૂવાર તા.13 મેના રોજ ન્યુરોફીજીશીયન ડૉ.સિદ્ધેશ રાજાધ્યક્ષ, પીડીયાટ્રીક ડૉ. નિર્મલ ચોરરિઆ, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.ગૌરીશ ગડબૈલ અને ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.માધવી ગોંડાએ પરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા. નિર્મલ હોસ્પીટલના ઇન્ટેન્ટસીવીસ્ટ ડો.ગૌરીશ ગડબૈલ અને ન્યુરોફીજીશિયન ડૉ.પરેશ ઝાંઝમેરાએ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પરેશભાઈના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી.

નીલેશભાઈએ પરેશભાઈના પુત્ર દેવાંગ તેમના જમાઈ ચિરાગ દોશી, ભાઈ પ્રકાશભાઈ શાહ, બનેવી યશવંતભાઈ શાહ સાથે ટેલીફોનીક ચર્ચા કરી અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

આ પણ વાંચો : સુરત : કતારગામાં પતિ-પત્નીએ જાહેરમાં શરમજનક કૃત્ય કર્યુ, પોલીસે કરી અટકાયત

દેવાંગ, ચિરાગ, પ્રકાશભાઈ અને યશવંતભાઈએ પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી નક્કી કર્યું કે અમારું સ્વજન તો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે કોવિડ-19ની મહામારીના સમયમાં જયારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછુ છે ત્યારે પરેશભાઈના અંગોના દાન દ્વારા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનો નિર્ણય લીધો. પરિવારને સમજાવવા પરેશભાઈના ભાઈ પ્રકાશભાઈનું ખુબજ મહત્વનું યોગદાન રહ્યું હતું.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા લિવર અમદાવાદની સીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું દાન થઇ શક્યું ન હતું.હૃદય અને ફેફસાના દાન માટે SOTTO દ્વારા ROTTO મુંબઈ અને ROTTO મુંબઈ દ્વારા NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. NOTTO દ્વારા ફેફસાને હૈદરાબાદની એક હોસ્પિટલને તેમજ હૃદય ચેન્નાઈની એક હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા, પરંતુ લોજીસ્ટીક પ્રોબ્લેમને કારણે ફેફસા અને હૃદયનું દાન થઇ શક્યું ના હતું.

આ પણ વાંચો : આ પણ વાંચો : સુરત : ઘાડ પાડવા નીકળેલી ચીકલીગર ગેંગે PSIને કચડી નાખવાનો પ્રયાસ કર્યો, અડધી રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા

અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી લિવર સીરોસીસની બીમારીથી પીડાતા હતા તેમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત નિર્મલ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનો 280 કી.મી નો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

આ પણ વાંચો : સુરત : ટોળાએ મહિલાના ઘર પર હુમલો કરી લૂંટ ચલાવી,આતંકની ઘટના CCTVમાં કેદ

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી જેમાં પરેશભાઈના પત્ની પદમાબેન, પુત્ર દેવાંગ અને પારિતોષ, પુત્રવધુ નમ્રતા, પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ, બનેવી યશવંતભાઈ અને જીતેન્દ્રભાઈ, જમાઈ ચિરાગ દોશી, તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીજીશીયન ડૉ.પરેશ ઝાંઝમેરા અને ડૉ.સિદ્ધેશ રાજાધ્યક્ષ, ન્યુરોસર્જન ડૉ.મેહુલ મોદી, પીડીયાટ્રીક ડૉ. નિર્મલ ચોરરિઆ, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.ગૌરીશ ગડબૈલ અને ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.માધવી ગોંડા, નિર્મલ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.

આ પણ વાંચો : આ પણ વાંચો : સુરત : હેવાનિયતની હદ વટાવતો કિસ્સો, ચપ્પુની અણીએ ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 382  કિડની, 157 લિવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય, 12 ફેફસાં અને 286 ચક્ષુઓ કુલ 873 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૦૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
Published by: Jay Mishra
First published: May 15, 2021, 6:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading