સુરત : મુંબઈમાં 160 કરોડની લૂંટ કરવા માટે આધેડની હત્યા કરી, ઘરમાંથી ચલાવી હતી લૂંટ


Updated: April 7, 2021, 5:19 PM IST
સુરત : મુંબઈમાં 160 કરોડની લૂંટ કરવા માટે આધેડની હત્યા કરી, ઘરમાંથી ચલાવી હતી લૂંટ
સુરતમાં આધેડની હત્યાના પગલે ચકચાર, એકલવાયું જીવન વીતાવતા પુરૂષના હાથપગ બાંધી હત્યા કરવામાં આવી હતી.

ડુમ્મસમાં એકલવાયું જીવન જીવતા આધેડની લૂંટ વીથ હત્યાના કેસનો પર્દાફાસ થયો, સુરત પોલીસને મળી મોટી સફળતા

  • Share this:
સુરત (Surat) શહેરના ડુમસ (Dummas) વિસ્તારમાં આવેલા કાંદી ફળિયામાં થોડા દિવસો પહેલા લૂંટ વીથ મર્ડરની (Loot with Murder) ઘટના સામે આવી હતી. ઘટના બનતાની સાથે પોલીસની ટીમ દ્વારા ડુમસ અને શહેરના વિવિધ સીસીટીવી (CCTV Footage) ફૂટેજ તપાસી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.સુરત શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી ક્રાઇમની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરત શહેરના ડુમસ વિસ્તારમાં થોડા દિવસો પહેલા લૂંટ સાથે હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પોતાના ઘરમાં રહેતા એક આઘેડના ઘરે લૂંટ ચલાવી તેમના હાથ પગ બાંધી દઇ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

આ હત્યાને બીજે દિવસે સવારે જ્યારે આધેડના માતા તેમના ઘરે પહોંચ્યા ત્યારે માલૂમ પડ્યું કે આઘેડ ભૂપેન્દ્રનું મોત થયું છે ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો હતો. તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે જઇને સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક એફએસએલ અને ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી હતી.

આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video

પરંતુ પોલીસને તેમાંથી કોઇ પગેરૂ મળ્યું ન હતું. આરોપીઓ પણ પોલીસને ચેલેન્જ આપતા હોય તેવો માહોલ ઉભો થયો હતો. ત્યારબાદ સમગ્ર તપાસમાં સિટી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી તેમણે આરોપીઓને શોધવા માટે ડુમસની સાથે સાથે વિવિધ વિસ્તારના સીસીટીવીની મદદ લીધી અને સર્વેલન્સ માટે મુકવામાં આવેલા સીસીટીવી તેમને કામ લાગ્યા અને તેઓ આરોપીઓ સુધી પહોંચી ગયા.

ડુમ્મસ લૂંટ વીથ મર્ડરના આરોપીઓ ઝડપાયા


આરોપીના નામવિશાલ લાખાભાઈ વાણિયાપ્રતાપ હરસુખભાઈ ઉર્ફે ચીનાભાઈ ગીડામિથુન ઉર્ફે શેટ્ટી મોહન વાણિયનપીન્ટુ અર્જુન ચૌધરીકેતન રમેશભાઈ હડિયાસીમાબેન (ટીપ આપનાર) હજુ ચોપડે બતાવ્યા નથીસુરત શહેરના ડુમસ વિસ્તારની ઘટના બાદ પોલીસ સતર્ક બની હતી. પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી આરોપીની બાઇકને ટ્રેસ કરવામાં આવી હતી.આ પણ વાંચો : 

સમગ્ર ઘટનાની હકીકત જોવા જઇએ તો ડુમસના કાંદીફળિયા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર ભાઈની જમીન વેચાઇ હોવાની વાત બહાર આવી હતી. આ સમગ્ર વાત પડોશમાં રહેતા સીમાબેનના કાને અથડાઇ હતી. તેમને એવું માલુમ પડ્યુ હતું કે ભૂપેન્દ્રના ઘરમાં 3થી 4 કરોડ રૂપિયા પડ્યા છે આ વાત તેમના ધ્યાને આવતા તેમણે મુંબઇ ખાતે રહેતા તેમની બહેનને વાત કરી હતી.

ઘટના સ્થળે ડીસીપી વિધિ ચૌધરી કાફલા સાથે આવ્યા હતા અને પોલીસના ડોગ સ્કવૉડની મદદ લેવામાં આવી હતી.


પછી સાતિર દિમાગની તેમના બહેન દ્વારા લૂંટ કરવાના ઇરાદે તેમણે પ્રતાપ ગીડાને ફોન કરીને તેમની બહેન ચેતનાને મળવા માટે જણાવ્યું હતું. પ્રતાપ ગીડા ચેતના બેનને મળ્યો અને તેણે ભૂપેન્દ્રનું ઘર જોયું ત્યારબાદ તેઓ મોડી રાત્રીના સમયે ભૂપેન્દ્રના ઘરમાં ઘૂસ્યા અને ભૂપેન્દ્રના માથા ઉપર પીસ્તોલ મૂકી બન્ને હાતો બાંધી દીધા હતા. અને ત્યારબાદ તેના મોઢામાં ડૂસો મારી તેનું મોત નીપજાવીને તેના કબાટમાંથી 4 લાખ રોકડાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો : બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, Video થયો Viral

જો કે પોલીસ દ્વારા સઘન તપાસ આરંભી તમામ 5 આરોપીઓને ખરવાસાથી વાંઝ ગામ તરફ જતા રસ્તા ઉપરથી પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતીબાઇટ - અજયકુમાર તોમર, સીપી સુરતપોલીસ દ્વારા ઘરપકડ કર્યા બાદ તમામ આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં પોલીસને અનેક ચોંકવાનારી વિગતો જાણવા મળી છે.

જેમાં મુખ્યત્વે પોલીસને જાણવા મળ્યું છે કે આ ગુનો કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આરોપીઓ બદલાપુર (મહારાષ્ટ્ર મુંબઇ) ખાતે વાંગણી હાઇવે ઉપર આવેલા એક બંગલામાં 160 કરોડ રૂપિયા હોવાની ટીપ મળી હતી. અને તે લૂંટના ગુનાને અંજામ આપવા પહેલા આરોપીઓને સાધન સામગ્રી માટે થોડા રૂપિયાની જરૂર હોવાને કારણે આ લૂંટને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો : ધૈર્યરાજના ઇન્જેક્શન માટે એકઠા થયા 16 કરોડ 3 લાખ રૂપિયા, પિતાએ જણાવ્યું કેવી રીતે થશે સારવાર

આરોપીઓ દ્વારા લૂંટ પહેલા બદલાપુર હાઇવે ઉપર રેકી પણ કરવામાં આવી હતી.બાઇટ - અજય કુમાર તોમર, સીપી, સુરતઆ ઘટના ઉપરથી એક જ શીખ લેવા જેવી બાબત સામે આવી છે કે રૂપિયા માટે કોઇનો પણ ભરોસો કરી ન શકાય કારણ કે પડોશીને જમીન વેચાઇ હોવાની માહિતી મળતા તેમણે પોતાની બહેન અને અન્ય સાથે મળી ઘટનાને અંજામ આપ્યો છે ન તો જમીન વેચાઇ ન રૂપિયા આવ્યા પરંતુ આ સમગ્ર મામલે ભૂપેન્દ્રભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Published by: Jay Mishra
First published: April 7, 2021, 5:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading