સુરત : રીક્ષાના મુસાફરો અને ચાલક બધાં જ ચોર! ગેંગ બનાવી કરતા હતા ચોરી, મહિલા પણ હતી શામેલ


Updated: May 30, 2021, 5:04 PM IST
સુરત : રીક્ષાના મુસાફરો અને ચાલક બધાં જ ચોર! ગેંગ બનાવી કરતા હતા ચોરી, મહિલા પણ હતી શામેલ
સુરતની રીક્ષા ગેંગ, હીરા દલાલના 1.07 લાખના હીરા ચોર્યા હતા.

સુરતના હીરા દલાલાના 1.07 લાખના હીરા ચોરી થતા તેમણે પોલીસ ફરિયાદ કરી હતી. તપાસમાં થયો મોટો પર્દાફાશ

  • Share this:
ડભોલી ચાર રસ્તાથી રીક્ષામાં મહિધરપુરા હીરાબજારમાં જવા નીકળેલા જહાંગીરપુરાના પ્રૌઢ હીરાદલાલને બરાબર બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ બેસાડી રૂ.1.06 લાખના હીરા સેરવી લેનાર રીક્ષાચાલક-સાગરીતો પૈકી મુખ્ય સૂત્રધાર અને મહિલાને ચોકબજાર પોલીસે ઝડપી પાડી તમામ હીરા કબજે કર્યા હતા. જયારે અન્ય બે સાગરીતને એસઓજીએ પકડી ચોકબજાર પોલીસને સોંપ્યા હતા. ઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ગુલામ અગાઉ રેલવેમાં પીક પોંકેટીંગના ગુનામાં ઝડપાયો છે.

અઠવાડીયા અગાઉ સવારે ડભોલી ચાર રસ્તાથી રીક્ષામાં મહિધરપુરા હીરાબજારમાં જવા નીકળેલા જહાંગીરપુરાના પ્રૌઢ હીરાદલાલ હીરાભાઈ રવજીભાઈ કળથીયાને બરાબર બેસતા ફાવતું નથી કહી આગળ પાછળ બેસાડી રીક્ષા ચાલક-મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી નજર ચૂકવી રૂ.1.06 લાખના હીરા સેરવી રસ્તામાં ઉતારી ફસર થઈ ગયા હતા.

ગભરાયેલા હીરાભાઈએ તે સમયે ફરિયાદ કરી નહોતી. જોકે, સગાસંબંધીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે ચોકબજાર પોલીસ મથકમાં રીક્ષા ચાલક-મહિલા પ્રવાસી સહિત ત્રણ પ્રવાસી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, ચોકબજાર પોલીસે કોન્સ્ટેબલ વિજયસિંહ દેહભાઈ અને પરબતસિંહ જયુભાને મળેલી બાતમીના આધારે મુખ્ય સૂત્રધાર ગુલામ હુસૈન કાલુમીયા મલેક ( ઉ.વ.23, રહે. મુસીબતપુરા ઝુપડપટ્ટી, હોડી બંગલા, જીલાની બ્રીજ પાસે, સુરત ) અને ચોરીમાં સામેલ અયુબ ઈબ્રાહીમ પટેલની દીકરી સુમૈયા ( ઉ.વ.25, રહે. ઘર નં.5226, બાપુનગર, બોરડી વિસ્તાર, અડાજણ પાટીયા પાસે, બસ ડેપોની સામે, રાંદેર, સુરત ) ને ઝડપી પાડી તમામ હીરા અને એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો.

આ પણ વાંચો : સુરત : પોલીસકર્મી મહાવીરસિંહનો Viral Video, વૈભવીકારમાં આતશબાજી કરી ઊજવ્યો B-Day થયો વિવાદ

આ પણ વાંચો : નવસારી : પીકઅપ ડાલાની ટક્કરે આશાસ્પદ યુવકનું મૃત્યુ, મોતનો વિચલિત કરતો Live Video વાયરલ

અગાઉ સુરત અને વલસાડ રેલવેમાં પીક પોંકેટીંગના ગુનામાં ઝડપાયેલા ગુલામની પુછપરછ કરતા તેણે તેની ટોળકીમાં રીક્ષાચાલક મોઈન અકીલ શેખ અને ઈકબાલ સલાઉદ્દીન પટેલ ઉર્ફે હઝરત ( બંને રહે. ભેસ્તાન આવાસ, ડિંડોલી, સુરત ) સામેલ હોવાની કબૂલાત કરી હતી. બંનેને એસઓજીએ ઝડપી પાડી ચોકબજાર પોલીસને સોંપ્યા હતા.

આ ટોળકી રીક્ષા એક બે દિવસ માટે ભાડેથી લાવી પાછળની સીટ પર પેસેન્જર બેસાડી નજર ચૂકવી કિંમતી સામાનની ચોરી કરે છે. મોટાભાગે રીક્ષા મોઈન કે હઝરત ચલાવતા હતા જયારે પીક પોકેટર ગુલામ પાછળ સુમૈયા સાથે બેસી નજર ચૂકવી ચોરી કરતો હતો. ગુલામ ડિંડોલી પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના ગુનામાં પણ ઝડપાયો છે. જયારે સુમૈયા રાંદેર પોલીસ મથકમાં મારામારી અને ચોરીના ગુનામાં ઝડપાઈ છે હીરાદલાલ પાસેથી હીરા ચોરીમાં વપરાયેલી રીક્ષા ગુલામ મિત્ર નાસીર પાસેથી પત્નીને હોસ્પિટલ લઈ જવાની છે કહી લાવ્યો હતો અને તે શીતલ ટોકીઝ પાસેથી સુમૈયાને બેસાડી અન્ય સાગરીતો સાથે ડભોલી ગયો હતો.

આ પણ વાંચો : સુરત : ભરવાડ શખ્સની દાદાગીરીનો Viral Video, કામરેજની વિજય હોટલમાં મચાવ્યો આતંક

આ પણ વાંચો : 59 વર્ષના લાઇનમેનનો જુવાનડાઓને શરમાવે એવો Live Video, વાયર રીપેર કરવા તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચઢ્યા

હીરાદલાલને બેસાડી હીરા ચોર્યા બાદ ટોળકી સ્ટેશન વિસ્તારમાં ગઈ હતી. ત્યાંથી તેઓ એક પેસેન્જરને આગળ બેસાડી મજૂરાગેટ પાસેથી પસાર થતા હતું ત્યારે ટ્રાફિક પોલીસે તેમને અટકાવી રીક્ષા જપ્ત કરી આરટીઓનો મેમો આપ્યો હતો. હાલ રીક્ષા ટ્રાફિક પોલીસ પાસે જ છે. ગુલામ સાગરીતોને ગુનો આચર્યા બાદ રૂ.500 થી રૂ.1000 આપતો હોવાનું જાણવા મળ્યું છે.
Published by: Jay Mishra
First published: May 30, 2021, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading