સુરત : 3 વર્ષની દીકરી થઈ હતી ગુમ, કિડનેપરને શોધવા પોલીસે છપાવ્યા હતા 10,000થી વધુ પોસ્ટર


Updated: April 4, 2021, 9:49 AM IST
સુરત : 3 વર્ષની દીકરી થઈ હતી ગુમ, કિડનેપરને શોધવા પોલીસે છપાવ્યા હતા 10,000થી વધુ પોસ્ટર
કિડનેપરને શોધવા માટે પોલીસને અથાક મહેનત રંગ લાવી

કિડનેપર પોલીસને આપ્યું ચોંકાવનારૂં કારણ! પોલીસે સંજયને શોધવા 250થી વધુ CCTV ફૂટેજ ચકાસ્યા હતા.

  • Share this:
પોતાને દીકરી નહિ હોવાને લઈને પાડોસીની અઢી મહિના પહેલા 3 વર્ષની દીકરીને સુરત ના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરી પોતાના કુટુંબી મામાનાં ઘરે રાખીને દીકરીની જેમ રાખતો ઈસમ વિરુદ્ધ બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. જોકે બાળકીનો ફોટો કે આરોપી કોઈ વિગત નહિ હોવા છતાંય પોલીએ બાળકીને છોડાવીને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે

બનાવની વિગતો એવી છે કે  સુરતમાં આજથી અઢી મહિના પહેલાં પાંડેસરાના ગોવાલક નગર ખાતે ક્ષેત્રપાલ નગરમાં રહેતો ઝારખંડના પરિવારની 3 વર્ષની બાળકી અચાનક ગુમ થઇ જવાની તેના પાલક પિતાએ ફરિયાદ આપી હતી.

જોકે પડોસમાં રહેતો સંજય રાવળ નામનો યુવાન બાળકીને લઇ ગયા બાદ બાળકી ગુમ  થઈ હતી. જોકે પિતાએ જયારે પોલીસ ફરિયાદ કરી ત્યારે પાલક પિતાએ પોલીસને જાણકારી આપી હતી કે પાડોસી સંજયે  હું ઈશિતાને થોડીવાર રમાડવા લઈ જાઉં છું એમ કહીને  લઇ ગયો હતો.

આ પણ વાંચો : પાકિસ્તાનનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

જોકે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પણ પોલીસ  માટે સમગ્ર કેસમાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આરોપીનો ફોટોગ્રાફ અને કોઈ ચોક્કસ સરનામું ન હતું એટલું જ નહીં નિશ્ચિત આનો પણ કોઈ ફોટો ન હોવાથી કેવી રીતે તપાસ કરવી તે એક મોટો પ્રશ્ન હતો.

પોલીસે આ અંદાજે 10 હજાર કરતાં વધારે અલગ અલગ ભાષાઓમાં પોસ્ટર છપાવીને નિશિતા ના ગુમ થયા અંગે લોકો સુધી માહિતી પહોંચાડી હતી. આરોપી સંજય રાવળ કેટરીંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોય પાંડેસરા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તમામ કેટરીના સાથે જોડાયેલા લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા.

સંજય રાવળનું કોઈ ચોક્કસ સરનામું ના હોવાથી પાંડેસરા વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં બ્રિજના નીચે રહેતાં લોકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.  પાંડેસરા પોલીસે તેની શોધખોળ કરતા અંદાજે 250 જેટલા અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.

જેમાં તેમને આરોપી ત્રણ વર્ષીય નિશિતાને લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવીના આધારે પોલીસે તે વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો હતો જેમાં તેમને કેટલીક મહત્વની બાબતો જાણવા મળી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનના દિગ્વિજય સિંહને મળેલી બાતમીના આધારે પોલીસે સુરત રેલવે સ્ટેશન ઉપર વોચ ગોઠવી હતી.

સુરત રેલવે સ્ટેશનથી આરોપી સંજય રાવળની ધરપકડ કરવામાં આવી હતી.  જોકે પોલીસે ઝડપી પડેલા આરોપી પૂછપરછ સાહરુ કરતા આરોપી  સંજય રાવળ અપહરણ કરીને નિશિતા ને પંચમહાલ જિલ્લાના કાતોલી ગામ ખાતે તેની કૌટુંબિક મામીના ઘરે મૂકી આવ્યો હતો.

આ પણ વાંચો : સુરત : નાઇટ કર્ફ્યૂમાં ચેતજો! બેફામ તસ્કરોએ સ્પોર્ટ્સ બાઇક ચોરી, ઘટના CCTV Videoમાં કેદ

પાંડેસરા પોલીસે જરા પણ વિલંબ કર્યા પંચમહાલ પહોંચીને દીકરીનો કબજો લઈ લીધો હતો જોકે પોતાને કોઈ દીકરી નહિ હોવાને લઈને તેને આ 3 વર્ષની બાળકીનું અપહરણ કારિયાણી કબૂલાત કરી હતી જોકે તે આ બાળકીને પોતાની દીકરીની જેમાં રાખતો હોવૈ પોલીસ સામે કબૂલાત કરી હતી જોકે પોલીસ બાળકીને લઇને સુરત તો આવી પણ હાલમાં તેનું પરિવાર ગુમ થઇ ગયું છે જી લઈને હબવે આ બાળકીને  ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવી છે આરોપીની કોઈપણ ચોક્કસ ઓળખના પૂરાવા ન હોવા છતાં પાંડેસરા પોલીસે ભારે જહેમત ઉઠાવીને દીકરીને શોધી કદી હતી
Published by: Jay Mishra
First published: April 4, 2021, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading