સુરત : 20 વર્ષના યુવકને કિશોરીને ભગાડવાનું સાહસ ભારે પડ્યું! મિત્રો પણ આવ્યા પોલીસના સકંજામાં


Updated: May 21, 2021, 5:28 PM IST
સુરત : 20 વર્ષના યુવકને કિશોરીને ભગાડવાનું સાહસ ભારે પડ્યું! મિત્રો પણ આવ્યા પોલીસના સકંજામાં
પ્રતિકાત્મક તસવીર

મિત્રો સાથે કારમાં ભગાડી લાવતો હતો, પુના પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કિશોરી સાથે યુવકને જોતા શંકા ગઈ અને મામલો સામે આવ્યો

  • Share this:
મહારાષ્ટ્રમાં રહેતો યુવક તેના જ વિસ્તારની કિશોરીને લલચાવી ફોસલાવી સુરત તેના મિત્રો સાથે કારમાં ભગાડી લાવતો હતો. આ સમયે દેવધ ત્રણ રસ્તા પાસે પુણા પોલીસે વોચ વાહન ચેકિંગની કામગીરી દરમિયાન કાર અટકાવી હતી. જેમાં પોલીસને શંકા જતા ત્રણેય યુવકની કે અટકાયત કરી અને કિશોરીની પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો અને કિશોરીએ તેના માતા-પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હોવાની કબૂલાત કરતા પોલીસ તમામને પુણા પોલીસ મથકમાં લાવ્યા હતા.

બનાવની વિગત એવી છે કે પુણા પીઆઇ વી.યુ.ગડરિયા અને તેમની સાથે અ.હે.કો દેવેન વિજયસિંહ, અ.પો.કો અનિલ નામદેવભાઈ, અ.પો.કો ગોકુળભાઈ કાનજીભાઈ અને અ.લોરક્ષક ભાવેશ સુરેશભાઈ એક દિવસ અગાઉ રાત્રે નવ વાગ્યાના અરસામાં દેવધ ત્રણ રસ્તા પર નાકાબંધી કરી ઘનિષ્ઠ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ સમયે રાત્રે 10 વાગ્યાના અરસામાં એક સ્વિફ્ટ ડિજાયર ફોર વ્હીલર ગાડી (એમએચ.02.સીએચ.9094) કડોદરા તરફથી આવતા તેને ચેક કરતા ગાડીમાં ત્રણ ઇસમો તથા એક કિશોરી નજરે પડ્યા હતા.


પોલીસે તમામની પુછપરછ કરતા તેઓએ પોતાની ઓળખ રૂપેશ ગણપતભાઇ માળી, શુભમ પ્રકાશ ગોલે અને પાછળની સીટ પર કિશોરી સાથે બેસેલાએ વિલાશ રઘુનાથ ગાયકવાડે આપી હતી.

આ પણ વાંચો : સુરત : સૌરાષ્ટ્રના રત્નકલાકારની હત્યા, વરાછાના કારખાનામાંથી મળ્યો મૃતદેહ, શરીર પર હતા ઈજાના નિશાન

આ તમામ ચાલીસગાવ જી.જલગાંવ, મહારાષ્ટ્રમના વતની હતા. પોલીસને કિશોરી સાથે ત્રણ યુવક પર શંકા જતા પુણા પીઆઈએ મહિલા પોલીસ લોકરક્ષક હિનાબેન લક્ષ્મણભાઈ અને ચાઈલ્ડ વેલ્ફર ઓફીસર ની મદદ લઇ કિશોરીની યોગ્ય દેખરેખ હેઠળ રાખી પુછપરછ કરતા કિશોરીએ ઘરેથી કોઇને જાણ કર્યા વગર તેના મિત્ર વિશાલ સાથે સુરત નીકળી આવી હોવાની કબૂલાત કરી હતી.આ પણ વાંચો :  સુરત : હ્રદયદ્વાવક Video, ખેડૂતે પાણી ભરાયેલા ખેતરમાંથી પાવડે-પાવડે ડાંગર ભરી, પારાવાર નુુકસાની

જેથી પોલીસે કિશોરીના પિતાનો સંપર્ક કરી ચાલીસગાવ ગ્રામીણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ચાલીસગાવના મેહણબારે પોલીસ સ્ટેશનમાં વિલાશ રઘુનાથ ગાયકવાડ | (ઉ.વ-20 ધંધો-અભ્યાસ રહે-ગામ-તળોંદા, ઈંદીરાનગર તા-ચાલીસગાવ જી જળગાવ મહારાષ્ટ્ર) સામે અપહરણનો ગુનો નોંધાયો હોવાનું માલુમ પડ્યું હતું. પુણા પોલીસે મહારાષ્ટ્રના મેહુણબાર પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી અને કિશોરીનો કન્નો સોંપ્યો હતો.
Published by: Jay Mishra
First published: May 21, 2021, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading