સુરત દુષ્કર્મ કેસ: કમિશનરે યોજી PC,બાળકીની ઓળખ માટે શહેરમાં લાગ્યાં 1200 પોસ્ટર્સ

News18 Gujarati
Updated: April 15, 2018, 4:21 PM IST
સુરત દુષ્કર્મ કેસ: કમિશનરે યોજી PC,બાળકીની ઓળખ માટે શહેરમાં લાગ્યાં 1200 પોસ્ટર્સ
આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે જેને લઇને પોલીસ પણ આ તપાસમાં કંઇ જ ઢીલ રાખવા માંગતી નથી

આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે જેને લઇને પોલીસ પણ આ તપાસમાં કંઇ જ ઢીલ રાખવા માંગતી નથી

  • Share this:
સુરત: પાંડેસરા વિસ્તારમાં મળી આવેલી બાળકીની ઓળખ આઠ દિવસ બદ હજુ સુધી થઇ નથી. આ કેસમાં આોરોપી કે બાળકીનાં પરિવાર સુધી હજુ સુધી પોલીસ પહોંચી શકી નથી. તેથી જ હાલમાં સુરત દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલાં કમિશ્નર સતિશ શર્માએ કેસને ઉકેલવા માટે બાળકીનાં 1200 પોસ્ટર્સ આખા શહેરમાં લગાવવામાં આવ્યાં છે. જેથી બાળકી શહેરની છે કે પછી બહારની છે તે માલૂમ પડે.

આપને જણાવી દઇએ કે સુરત પોલીસે બાળકીની ઓળખ કરનારને 20,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમજ માહિતી આપવા માટે 9081991100 નંબર જાહેર કરવામાં આવ્યો છે. પોલીસને શંકા છે કે આ બાળકી રજ્યની નથી. 8-8 દિવસ સુધી નરાધમોએ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને અવાવરી જગ્યાએ ગળુ દાબીને મારી નાંખી હતી. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીનાં શરીર પર ઇજાનાં 86 નિશાન મળી આવ્યા હતાં. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
આ આખી ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાંચની વિવિધ ટીમ બનાવવામાં આવી છે જે તાપસમાં જોડાઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે છ એપ્રિલનાં રોજ પાંડેસરાનાં
જીઆવ-બુડિયા રોડ પરની અવાવરી જગ્યાએથી બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.

આ આખી ઘટના બાદ ન ફક્ત સુરતની પણ દેશની જનતામાં રોષ ભભુકી ઉઠ્યો છે જેને લઇને પોલીસ પણ આ તપાસમાં કંઇ જ ઢીલ રાખવા માંગતી નથી.સુરત પોલીસ કમિશ્નરની પ્રેસકોન્ફરન્સનાં મહત્વનાં મુદ્દા
"બાળકીના શરીર પર ઈજાના નિશાન"
"શરૂઆતથી જ પોલીસ તપાસમાં જોડાઈ"
"બાળકીની ઓળખ માટે રૂ.20 હજારનું ઈનામ રાખવામાં આવ્યું"
"બાળકીનું ગળુ દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું"
"બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાના પુરાવા મળ્યા"
"બાળકીની લાશ રાત્રે મુકવામાં આવી"
"શહેરભરમાં 1200 પોસ્ટર લગાવવામાં આવ્યા"
"સંડોવાયેલા આરોપીઓ સામે કરાશે કડક કાર્યવાહી"
"સુરત પોલીસે માહિતી માટે 9081991100 નંબર જાહેર કર્યો"
"બાળકી બહારના રાજ્યની હોવાની આશંકા"
"સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ"
Published by: Margi Pandya
First published: April 15, 2018, 2:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading