સુરત : તરૂણીને પ્રેમજાળમાં ફસાવી બનાવી હતી હવસનો શિકાર, દુષ્કર્મ કેસમાં 20 વર્ષની કેદ


Updated: June 9, 2021, 9:57 PM IST
સુરત : તરૂણીને પ્રેમજાળમાં ફસાવી બનાવી હતી હવસનો શિકાર, દુષ્કર્મ કેસમાં 20 વર્ષની કેદ
કોર્ટે આરોપીને કેદ સાથે વળતર ચુકવવાનો હુકમ કર્યો

સગીરાને વીરસિંહ એવુ કહેતો હતો કે, તેના બાપે તેની પાસેથી રૂપિયા લીધા છે એ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારે તેની સાથે સબંધ રાખવો પડશે

  • Share this:
સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં કનાજ ગામ ખાતે ભેંસના તબેલામાં રહેતા રીક્ષા ચાલકે તેની સાથે જ કામ કરતા પરિવારની 14 વર્ષની સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ સગીરા ઉપર સુરતમાં વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ તેને લઇને રીક્ષા ચાલક મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના પંચમપુરા ખાતે લઇ ગયો હતો અને તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

વિગતો અનુસાર, સુરત નજીક આવેલા ઓલપાડ તાલુકાના કનાજ ગામ ખાતે વિરલ જીતુ પટેલનો ભેંસનો તબેલો આવેલો છે આ તબેલામાં વીરસિંહ ઉર્ફે કલ્લુ હોતમસિંહ સિકરવાર રહેતો હતો. તેમજ તે રીક્ષા ચલાવતો હતો.

આ પણ વાંચો : સુરત : રત્નકલાકારને મહારાષ્ટ્રની કન્યા સાથેના લગ્ન મોંઘા પડ્યા, એક મહિનામાં જ 4.50 લાખ લૂંટી થઈ ગઈ રફૂચક્કર

તબેલામાં જ રહેતા એક ગરીબ પરિવારની 14 વર્ષની બાળકીને વીરસિંહે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ તેની સાથે શરીર સબંધ બાંધ્યો હતો. આ સગીરાને વીરસિંહ એવુ કહેતો હતો કે, તેના બાપે તેની પાસેથી રૂપિયા લીધા છે એ રૂપિયા નહીં આપે ત્યાં સુધી તારે તેની સાથે સબંધ રાખવો પડશે.

ઉપરાંત થોડા વર્ષ પહેલા વીરસિંહ સગીરાને લઇને મધ્ય પ્રદેશ જતો રહ્યો હતો જ્યાં તેણે પોતાની હવસ સંતોષી હતી અને સગીરાને પત્નીની જેમ જ સાથે રાખતો હતો. સગીરાને ઉઠાવી જવા અંગે જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.આ પણ વાંચો : સુરત : પોશ વિસ્તારમાં રહેતી યુવતીનો ઘરમાંથી મૃતદેહ મળ્યો, મકાનમાંથી આવી રહી હતી દુર્ગંધ

ત્યારે સગીરા પર થયેલા બળાત્કારને કારણે તે ગર્ભવતી બની ગઇ હતી. પોલીસે આરોપીને વર્ષ 2018માં જેલ હવાલે કર્યો હતો. આ કેસમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાની દલીલોને ગ્રાહ્ય રાખવા સાથે કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓને ધ્યાનમાં લઇને આરોપીને અલગ અલગ કલમો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. તેમજ રૂપિયા 10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી હતી. ભોગ બનનાર સગીરાને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે આપવાનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
Published by: Jay Mishra
First published: June 9, 2021, 9:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading