સુરત : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી યુવકનો આપઘાત, 'હજુ જીવવાની ઈચ્છા છે પણ કોઈ ઓપ્શન નથી'


Updated: May 12, 2021, 9:27 PM IST
સુરત : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી યુવકનો આપઘાત, 'હજુ જીવવાની ઈચ્છા છે પણ કોઈ ઓપ્શન નથી'
સુરતમાં આશાસ્પદ યુવકે કર્યો આપઘાત, લેણદારો પર કર્યો આક્ષેપ

'ત્રણ મહિનાથી હેરાન થાવ છું, મારી પાસે પૈસા નથી પણ કોઈએ  એમ ન કહ્યું કે હું છુંને પૈસા નથી તો શું થયું?' ઉઘરાણી કરતા શખ્સોના નામનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

  • Share this:
Surat Youth Suicide : સુરતમાં (Surat) એક આશાસ્પદ યુવકે કોરોના લઈને ધધામાં મોટા પ્રમાણમાં નુકસાન થતા દેવું વધી ગયું હતું અને  દેવું ન ચૂકવવાની સ્થિતિમાં ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો હતો. સુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ ગુજારનાર ઈસમોના નામ લખ્યા છે. આ સાથે લખ્યું છે કે, 'મારે, મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી.' જોકે યુવાન ના આપઘાત મામલે સમગ્ર વિસ્તારમાં સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકે લખેલી ચાર પાનાની સુસાઇડ નોટ પોલીસ કબ્જે કરી છે જેમાં હ્રદય દ્રાવક સંવાદો સામે આવ્યા છે. યુવકે લખ્યું છે કે ઈચ્છા તો હજુ પણ જીવવાની છે પરંતુ મારી પાસે કોઈ ઓપ્શન નથી. જીવનમાં પૈસાથી મોટું કઈ નથી આજે સમજાયું. ત્રણ મહિનાથી હેરાન થાવ છું, મારી પાસે પૈસા નથી પણ કોઈએ  એમ ન કહ્યું કે હું છુંને પૈસા નથી તો શું થયું?

કોરોનાને લઈને કેટલાક લોકોનો વેપાર ઠપ થઇ ગયો છે તો કેટલાક લોકો વેપારમાં મોટા પ્રમાણના નુકશાન જતા આપઘાત કરી લેતા હોય છે. ત્યારે સુરના વધુ એક યુવાને અપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. વેપારમાં નુકસાન જતા નહી પરંતુ નુકસાનને લઈને દેવું થઈ ગયું હતું અને લેણદારના માનસિક ત્રાસને લઈને આ યવકે આપઘાત કર્યો છે.

આ પણ વાંચો : સુરત : તાપીના કિનારા પાસે વેચાતો હતો દારૂ, જનતાએ કરી રેડ, Video થયો Viral

બનાવની વિગતો એવી છે કે સુરતના પાલનપુર પાટિયા રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવક અલ્પેશ પટેલે  ઓનલાઇન ડ્રેસ માર્કેટિંગનું કામ કરતો હતો. વેપાર કરવા માટે તેણે કેટલાક લોકો પાસેથી રૂપિયા લીધા હતા. ધંધામાં નુકસાન થતા તે રૂપિયા ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. બીજીતરફ જેમની પાસેથી રૂપિયા લીધા હતા તેઓ રૂપિયા પરત લેવા માટે તેને માનસિક ત્રાસ આપતા સતત ઉઘરાણીને લઈને દેવું થઇ જતા હેરાન કરતા હતા

આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

લેણદારો જે જે રીતે ત્રાસ આપતા હતા તેને લઈને હેરાન થયેલા યુવાને આખરે આપઘાત કરવાનું વિચારીને આજે બપોરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાત પહેલાં એક સુસાઈડ નોટમાં યુવાને વસંતભાઈ વાસુ, વિકાસ, ફેનીલ તેમજ અન્ય લોકોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જેઓ તેની પાસેથી સતત રૂપિયાની ઉઘરાણી કરવા માટે દબાણ કરતા હતા. મારી નાખવાની સતત ધમકી આપતા હતા. સોસાયટીમાં આવીને તારી ઈજ્જતના ધજાગરા ઉડાવી દઈશું એવી રીતે બ્લેકમેલ કરતા હતા.આ પણ વાંચો : રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

સુસાઇડ નોટમાં ઉઘરાણી કરનારાઓ તેને કયા પ્રકારની ધમકી આપતા હતા તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જોકે આપઘાતની ઘટનાની જણકારી મળતા પરિવારજનો પણ આવ્યા હતા અને આ મામલે પોલીસને જાણકારી આપી હતી.

જોકે પોલીસે આ યુવાનના મૃતદેહ નજીકથી અસુસાઇટ નોટ પણ કબજે કરી હતી.  અલ્પેશ પટેલ પોતાના પરિવારની અને પત્નીની માફી માંગી હતી અને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, તેની ગાડી અને વાઈફના નામના ચેક ઉઘરાણી કરનારાઓને આપ્યા છે. જે તેમણે જબરજસ્તીથી લખાવી લીધાં છે.

આ પણ વાંચો :  સુરત : BJP અગ્રણીના ભત્રીજાએ જાહેરમાં ઉજવ્યો જન્મદિવસ, Video સોશિયલ મીડિયામાં Viral

પોલીસ મારા પરિવારને મદદ કરે તેવી વિનંતી કરી છે. પોલીસની મદદ લેવા માટે પરિવારજનોને પણ કહ્યું છે. જોકે, આ યુવાને પોતાની સુસાઇડ નોટમાં મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી. એવું પણ લખેલું હોવાને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
Published by: Jay Mishra
First published: May 12, 2021, 8:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading