સુરત : ચોર બન્યો હત્યારો! ઘરમાં ચોરી કરતા પકડાઈ ગયો તો કરી નાખી હત્યા


Updated: September 10, 2021, 9:44 PM IST
સુરત : ચોર બન્યો હત્યારો! ઘરમાં ચોરી કરતા પકડાઈ ગયો તો કરી નાખી હત્યા
Surat News : સુરતમાં પાંડેસરામાં ચોરી કરવા આવેલા યુવકે ઝડપાઈ જતા કરી હત્યા

Surat news: રાત્રે ઘરમાં ચોરી કરવા આવેલા ત્રણ ચોર પરિવાર જાગી જતાં ભાગ્યા. પાછળ દોડેલા યુવાનને ચોરોએ ચપ્પુ મારી દીધું.

  • Share this:
Surat pandesara Murder with Loot  : સુરતના પાંડેસરા (Pandesara Surat) વિસ્તારમાં ચોરને (Thief) પકડવા જતાં યુવકે (Youth) ગુમાવવો પડયો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચ પોલીસે (Crime Branch) ગણતરીનાં કલાકોમાં જ આરોપીને (Accused) ઝડપી પાડ્યો હતો. બુધવાર મોડી રાત્રે બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો અહીંયા એક સોસાયટીમાં ચોરી કરવા ત્રણ જેટલા ચોર આવ્યા હતા. જોકે ચોરી દરમ્યાન મકાનના લોકો જાગી જતા ચોરોને  ભાગવાની વારી આવી હતી.જોકે મકાનમાં રહેતો એક યુવક આ ચોરને પકડવા તેની પાછળ હતો ત્યારે ચોર ઈસમોએ યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા (Stabbed)  મારી દેતા યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આમ ચોરી કરવા આવેલો વ્યક્તિ હત્યારો બન્યો છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગરમાં પ્લોટ નંબર 73માં રહેતા પરિવારમાં ગઇકાલે ત્રણ જેટલા ચોરી ચોરી કરવા માટે ઘરમાં પ્રવેશ કર્યો હતો તે દરમિયાન ઘણા લોકો જાગી જતા ચોર લોકોએ ચોરી કરવાનું મૂકી ભાગવાનો વારો આવ્યો હતો.

Surat murder case,
ચોર પાછળ દોડેલા યુવાનની હત્યા


આ પણ વાંચો : મોરબી : મમુ દાઢીની હત્યાનો ફિલ્મોને આટી મારે એવો પ્લાન, 4 ગેંગે સાથે મળી મર્ડર કર્યુ, જાણો સમગ્ર કહાણી

જોકે આ પરિવારનો વિરેન્દ્ર ગુપ્તા નામનો યુવાન આ ચોરોને પકડવા માટે ઘરમાંથી અગાસી પર લગાવી પછી ની પાછળ ગયો હતો ત્યારે આ ચોરી સામે પોતાનો જીવ બચાવવા અને ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું જેને લઇને ગંભીર ઇજા થવા પામી હતી જોકે બીજા ને લઈને તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું અને ચોરના ભાગવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
રાત્રે પોલીસનું પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જોકે, આ કેસમાં પરિવારના લોકો જાગી જતાં તસ્કરો પોતાના ઇરાદા પાર પાડવામાં સફળ રહ્યા ન હતાં પરંતુ આ દરમિયાન પરિવારે એક પુત્ર ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તસ્કરોને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આમ ચોર ચોરી કરવા જતા હત્યારો બન્યો હતો.
Published by: Jay Mishra
First published: September 10, 2021, 9:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading