સુરત : વરાછામાં યુવકની ઘાતકી હત્યા! છાતી અને ગળામાં ઊપરા છાપરી ચાકુનાં ઘા ઝીંકતા મોત


Updated: March 2, 2021, 11:02 PM IST
સુરત : વરાછામાં યુવકની ઘાતકી હત્યા! છાતી અને ગળામાં ઊપરા છાપરી ચાકુનાં ઘા ઝીંકતા મોત
છાતી અને ગળામાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા

સુરતમાં સામાન્ય બાબતમાં વધુ એક હત્યા થઈ, પોલીસ માટે લુખ્ખા તત્વોને કાબૂમાં રાખવાનો પડકાર

  • Share this:
સુરતમાં હત્યાની વધુ એક ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. સુરતના વરાછા ખાતે આવેલ અશોક નગર આમ તો સુરતના લોકો માટે જાણીતું છે છે કારણકે અહીંયા રહેતા લોકો ગાંજાનું વેચાણ કરવા સાથે પોલીસ પર અહીંયા હુમલા પણ અવારનવાર થઈ જાય છે અને તેના માટે જાણીતું છે.

ત્યારે આજે સાંજના સમયે અહીંયા બંસી રાઉતની રૂમમાં રહેતા અને મુળ ઓ‌‌રિસ્સાના વતની સુબલા હટીયા સ્વાંઇ નામના યુવકની રૂમ પાર્ટનર સાથે પહેલા બોલાચાલી થઇ હતી અને જોત જોતામાં આ બંને વચ્ચે ઉગ્રબોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

આ પણ વાંચો :  આયેશા આપઘાત કેસ : દિગ્ગજ મુસ્લિમ નેતા ઔવેસીએ Videoમાં ઉધડો લીધો કહ્યું, 'શરમ કરો શરમ...'

જોકે બંને ઈસમોએ દારૂના નશામાં હોવાને લઈએં આવેશમાં આવીમાં  સુબલા સ્વાંઇએ બંસી રાઉતની છાતીમાં ચપુના ઉપરા છપરી ઘા મારી તેની કરપીણ હત્યા કરી નાખી હતી. જોકે હત્યાની ઘટનાને લઇને સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો : સુરત : એકાઉન્ટન્ટને FBમાં યુવતી સાથે 'ઈલુ-ઈલુ કરવું ભારે પડ્યું,' Video Viral કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યાજોકે, ઘટનાની જણકારી મળતા વરાછા પોલીસ તાત્કાલિક બનવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે હત્યા કરનાર યુવાન જે દારૂના નાશમાં હતો તે સ્વાંઇની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેણે આવેશમાં  છાતી તેમજ ગળાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા હવાની કબૂલાત કરી હતી.
Published by: Jay Mishra
First published: March 2, 2021, 10:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading