સુરત: પોલીસની ચાલુ ગાડીમાંથી કૂદી પડેલો યુવાન મરણ પથારીએ, પરિવારે પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ


Updated: July 28, 2021, 2:25 PM IST
સુરત: પોલીસની ચાલુ ગાડીમાંથી કૂદી પડેલો યુવાન મરણ પથારીએ, પરિવારે પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
સમીર

સમીર કામિલ અંસારી (Sameer Kamit Ansari) નામનો યુવાન હાલ સુરતના ઉધના દરવાજા વિસ્તારની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં માથાના ઓપરેશન બાદ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

  • Share this:
સુરત: સુરતના વેસુ વીઆઈપી રોડ (Vesi VIP road) ઉપર મિત્રો સાથે કોફી પીવા ગયેલા યુવકને ઉમરા પોલીસે ડિટેઈન કરીમાર મારીને મરણ પથારીએ પહોંચાડી દીધાનો આક્ષેપ યુવકના પરિવારના લોકોએ કર્યો છે. બીજી તરફ પોલીસના કહેવા મુજબ યુવાનની અટકાયત બાદ તે ચાલુ ગાડીમાંથી નીચે કૂદી ગયો હતો. સુરતના વરીયાવી બજાર પાલીયા ગ્રાઉન્ડ નજીક ગુલશન પાર્ક સોસાયટી (Gulshan park society)માં રહેતા 22 વર્ષીય સમીર કામિલ અંસારી (Sameer Kamit Ansari) નામનો યુવાન હાલ સુરતના ઉધના દરવાજા વિસ્તારની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં માથાના ઓપરેશન બાદ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. સમીર અંસારીના પરિવારોના આક્ષેપ છે કે તેની આ હાલત ઉમરા પોલીસ (Umra police)ના પોલીસકર્મીઓ નિતેશ અને ધનસુખના માર મારવાથી થઈ છે.

22 વર્ષીય યુવાન સમીર ગત ગુરૂવારના રોજ પોતાના મિત્રો સાથે વેસુ વીઆઈપી રોડ પર આવેલા એક કૉફી શોપમાં કૉફી પીવા ગયો હતો. તે દરમિયાન કૉફી શોપની બહાર ટ્રાફિકજામ હોય ઉમરા પોલીસના પોલીસકર્મી નિતેશ અને ધનસુખ પોલીસ વાહન સાથે ત્યાં પહોંચ્યા હતા. પોલીસે ત્યાં ઉભેલા તમામ યુવાઓ સાથે ગાળાગાળી કરી ભયનો માહોલ ઊભો કરતા નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન કૉફી શોપમાંથી બહાર નીકળી રહેલા સમીર અન્સારી તેમના હાથે ચડી જતા પોલીસે તેની સાથે ગાળાગાળી કરી તેને પોલીસવાનમાં બેસાડી દીધી હતો.

આ પણ વાંચો: તમે શૉપિંગ સાઇટ્સ પર કઈ પ્રોડક્ટ જુઓ છો તેનો રિપોર્ટ કંપનીઓને ન મળે તે માટે એડ ટ્રેકિંગને કરો બંધદરમિયાન તેના મિત્રો પણ ત્યાંથી નાસીપાસ થઇ ગયા હતા. અડધા કલાક પછી સમીરના મોબાઈલ પર ફોન કરતા પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે, સમીર ચાલુ વાનમાંથી નીચે કૂદી જતા ઘવાયો છે. તેને સિવિલ હૉસ્પિટલ લઈ જઈએ છીએ. બીજી તરફ સમીરના પરિવારજનોનું કહેવું છે કે પોલીસે સમીરને માર માર્યો છે. સમીરના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તે બેભાન હાલતમાં હતો. હાલ તે જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

આ પણ વાંચો: જામનગરના શૈલેષભાઈએ આફતને અવસરમાં બદલી, આત્મનિર્ભર બની અનેક લોકોના પ્રેરણા સ્ત્રોત બન્યાઉલ્લેખનીય છે લૉકડાઉન અને બાદ વિવિધ પ્રતિબંધો દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચેના ઘર્ષણના બનાવો વધ્યા છે. સુરતમાં તો પોલીસ કસ્ટડીમાં અનેક યુવાનો સાથે અત્યાચારના બનાવો પણ સામે આવ્યા છે. આ કેસમાં હાલ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. બીજી તરફ હોસ્પિટલની પથારીએ પડેલા સમીરને ન્યાય માટે સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર સમીરના નામે કેમ્પેઇન શરૂ કરાયું છે.
Published by: Vinod Zankhaliya
First published: July 28, 2021, 2:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading