સુરત: 'ભાઈ મને લઈ જા...', રક્ષાબંધન પહેલા ચાર ભાઈએ એકની એક બહેન ગુમાવી, પરિણીતાનું શંકાસ્પદ મોત

News18 Gujarati
Updated: August 14, 2021, 9:36 PM IST
સુરત: 'ભાઈ મને લઈ જા...', રક્ષાબંધન પહેલા ચાર ભાઈએ એકની એક બહેન ગુમાવી, પરિણીતાનું શંકાસ્પદ મોત
સુરતમાં પરિણીતાનું શંકાસ્પદ મોત

મારી બહેનના ગાલ પર, અને ગળા પર નિશાન જોવા મળી આ્યા છે, જેથી અમને શંકા છે કે, તેની સાથે અત્યાચાર થયો છે, તેની હત્યા કરવામાં આવી છે.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં મહિલા અત્યાચારની ઘટનાઓ રોજે રોજ સામે આવી રહી છે. બળાત્કાર, છેડતી, માનસીક-શારીરિક ત્રાસની ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેમ સતત સામે આવી રહી છે. અનેક મહિલાઓ સાસરીયાના ત્રાસથી મોત વ્હાલુ કરી ચુકી છે. ત્યારે શહેરના વેડરોડ વિસ્તારમાંથી આજે એક પરિણીતાના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. રક્ષાબંધન પહેલા ચાર ભાઈઓ વચ્ચે એકની એક બહેનનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સરિતા નામની યુવતીના લગ્ન બે વર્ષ પહેલા યુપીમાં થયા હતા, ત્યારબાદ તે સુરતમાં સાસરીમાં રહેતી હતી. આ પરિણીત મહિલાનું શંકાસ્પદ મોત થયું હોવાનો ભાઈઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે મહિલાના બાઈની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પરિણીતાના ભાઈએ જણાવ્યું છે કે, બે દિવસ પહેલા બહેનનો ફોન આવ્યો હતો, તેણે કહ્યું કે, ભાઈ મને અહીંથી લઈ જા. જેથી અમે તેને ઘરે લઈ આવ્યા હતા અને સમજાવી પાછી સાસરીમાં મુકી આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે રાત્રે બહેનની સાસરીમાંથી ફોન આવ્યો કે, તમારી બહેનની તબીયત ખરાબ છે, તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મારી બહેનના ગાલ પર, અને ગળા પર નિશાન જોવા મળી આ્યા છે, જેથી અમને શંકા છે કે, તેની સાથે અત્યાચાર થયો છે, તેની હત્યા કરવામાં આવી છે.

મૃતક પરિણીતાની ભાભીએ પણ આક્ષેપ કર્યો છે કે, ચાર દિવસ પહેલા મારા નણંદનો ફોન આવ્યો હતો, તેમણે મને કહ્યું હતું કે, મારી નણંદ, સાસુ અને પતિ મને માનસિક રીતે હેરાન કરે છે. મારે અહીં નથી રહેવું, ભાઈને કહો મને અહીંથી લઈ જાય.

આ પણ વાંચોરાજકોટમાં ચેતવણીરૂપ કિસ્સો : માતાએ ફોન ન આપતા દીકરીએ કર્યો આપઘાત, 'ન્હાઈને બહાર આવી તો પુત્રીને લટકતી જોઈ'

મૃતક મહિલાના ભાઈએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બહેનના સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાઈએ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી પોલીસને ફોરેન્સિક પોસ્ટ માર્ટમ કરવાની ભલામણ કરી છે. મહત્વની વાત એ છે કે, સાસરીયા પોસ્ટમાર્ટમ સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા. પોલીસે આ માામલે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
Published by: kiran mehta
First published: August 14, 2021, 9:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading