સુરત : TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી હત્યા કરી


Updated: April 10, 2021, 8:43 AM IST
સુરત : TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી હત્યા કરી
TRB જવાનને ગુનો કબૂલ કરતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે.

કાજલની હત્યા કર્યાનો અફસોસ થતા સુરત પરત આવી અને યુવક રાહુલે પોતે ઝેરી દવા ગટગટાવી

  • Share this:
સુરતમાં (Surat) એક પ્રેમ કહાનીનો (Lover Story) કરુંણ અંજામ આવ્યો છે. સુરતમાં એક મહિલા TRB તરીકે ફરજ બજાવતી અને પોતાના પતિથી અલગ રહેતી મહિલાને સાથી TRB  જવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. જોકે આ મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી ત્યારે આ યુવાને લગ્નથી બચવા માટે પોતાની પ્રેમિકાને મહારાષ્ટના ધુલીયા લઈએ જઈને તાપી નદીમાં ફેંકી તેની હત્યા (Murder of Woman TRB) કરી નાખી હતી. જોકે, આ યુવાન સુરત આવીને મહિલાની હત્યા બાદ પોતે પણ આપઘાતની પ્રયાસ કર્યો હતો. આ મામલો પોલીસ કમિશનર સામે જતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બનાવની વિગતો એવી છે કે  સુરતના સયૈદપુરા ખાતે રહેતી અને છેલ્લા કેટલાક સમયથી પોતાના પતિને છોડી બે સંતાનો સાથે રહેતી અને સુરત ટ્રાફિક પોલીની મદદ કરતી મહિલા TRB કાજલ મિશ્રને તેની સાથે કામ કરતા જવાન TRB રાહુલ નામના યુવાન સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બધાયા હતા.

આ પણ વાંચો : સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video

6 મહિનાનાં પ્રેમ બાદ કાજલ રાહુલ લગ્ન કરવા દબાણ કરતી હતી. રાહુલ તે માટે તૈયાર નહોતો. કાજલ રાહુલને ધમકી આપતી કે જોતે લગ્ન નહીં કરે તો પોલીસ કેસમાં ફસાવી દેશે. રાહુલ કાજલથી છુટકારો મેળવવા માંગતો હતો. 31મી માર્ચે રાહુલ કાજલને લગ્ન કરવાના બહાને મહારાષ્ટ્રમાં લઈ ગયો હતો. ત્યાં ધુલિયાના શિંદખેડામાં તાપી નદીના બ્રિજ પર લઈ જઈ કાજલને ધક્કો મારી નદીમાં ફેંકી દીધી હતી.

ત્યારબાદ રાહુલ સુરત આવી ગયો હતો. ઘણાં દિવસ છતાં કાજલ ઘરે નહીં આવતા તેની મહારાષ્ટ ખાતે રહેતી માતા સાથે દરોજ વાત કરતી કાજલે વાત નહિ કરતા તેની શોધમાં તેની માતા સુરત ખાતે આવી હતી. જોકે  માતાએ કાજલની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ દિવસથી કાજલની માતા લાલગેટ પોલીસ સ્ટેશને આવી તેના વિશે પૂછપરછ કરતી હતી.
આ વાત પોલીસ કમિશનર સુધી પહોંચી હતી. જોકે પોલીસે આ મામલે તપાસ શરુ કરી ત્યારે ખબર પડી હતી કે રાહુલે આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરેલ હતો. જોકે પોલીસે રાહુલને રજા મળતા પોલીસ મથકે લઇ આવી હતી અને પૂછપરછ કરતા રાહુલે કાજલની માતા સામે કાજલની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો : મહીસાગર : 'મેં ટ્રુ લવ કર્યો, તે દગો આપ્યો, બાય, Love યુ સો મચ,' અંતિમ Video બનાવી MBBSના વિદ્યાર્થીનો આપઘાત

જોકે કાજલની હત્યા કર્યાનો પસ્તાવો થતા રાહુલે પોતાના ઉધના ખાતે આવેલ ઘરમાં ઝરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યાની કબૂલાત પણ કરી હતી. જોકે પોલીસે આ મામલે તાત્કાલિક ધૂલિયા પોલીનો સંપર્ક કરતા શિંદખેડા પોલીસને તાપી નદીમાંથી કાજલની લાશ મળી હતી. પરંતુ તેની ઓળખ ત્યારે પોલીસ કરી શકી નહોતી. તેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને બિનવારસી લાશ તરીકે કાજલની લાશની અંતિમવિધી કરી નાખી હતી.

આ પણ વાંચો : સુરત : 'મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું,પપ્પાનું ધ્યાન રાખજો,' મહિલા ડૉક્ટરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી

જોકે સુરત પોલીસે રાહુલ સામે હત્યા-અપહરણ અને પુરાવાઓનાં નાશની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જોકે પોલીસ તપાસમાં મૃતક કાજલ ગર્ભવતી હોવાનું પણ ચર્ચા સામે આવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by: Jay Mishra
First published: April 10, 2021, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading