સુરત : વરાછાનો હાઇટેક ચોર 'નરીયો,' દિવસે કારખાનાની નોકરી, રાત્રે તમાકુની દુકાનોમાં કરતો ચોરી


Updated: May 24, 2021, 5:40 PM IST
સુરત : વરાછાનો હાઇટેક ચોર 'નરીયો,' દિવસે કારખાનાની નોકરી, રાત્રે તમાકુની દુકાનોમાં કરતો ચોરી
પ્રતિકાત્મક તસવીર

વરાછાની મિનિ બજારમાંથી પોલીસે મૂળ અમરેલીના નરેશ ઉર્ફે 'નરીયા'ને ઝડપી પાડ્યો, તમાકુની દુકાનોને શોધવા ગૂગલનો ઉપયોગ કરતો, કબૂલાતો સાંભીલને પોલીસ પણ આશ્ચર્યમાં

  • Share this:
સુરત (Surat Police) પોલીએ એક એવો ચોર (Thief) ઝડપી પાડ્યો છે કે જે માત્ર ને માત્ર  ગૂગલમાં (Google)  તમાકુની દુકાન (Tobacco shop)  શોધીને ચોરી (Theft) કરતો હતો. જોકે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીએ બે મહિના પહેલા જૂનાગઢ (Junagadh) અને પાંડેસરામાં (Pandesara) ગુટખાની દુકાનો ગૂગલ મેપથી (Google Map) સર્ચ કરી 9 લાખથી વધુના સામાનની ચોરી હોવાની પોલીસ સાથે કબૂલાત કરી હતી જોકે વરાછા (Varahca) ખાતે કારખાનામાં નોકરી કરવા દરમિયાન આ કૃત્ય કરતો હોવાની વિગતોને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં સતત ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે આવા ચોરો પકડી પાડવાની સતત કામગીરી ચાલી રહી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે એક એવો ચોર જે  ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને માત્ર ને માત્ર ચોરી કરે છે. જોકે વરાછા ખાતે કારખાના કામ કરતો આ ઈસમ  ગૂગલ મેપનો ઉપયોગ કરી તમાકુના ગોડાઉનમાં ચોરી કરતો હતો તે પણ ગેંગે બનાવીને.

આ પણ વાંચો : સુરત : ગેંગવોરનો Live Video, અનુ-કરીમ ચીનાના શખ્સો બાખડ્યા, પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ

જોકે આ ઈસમો બે મહિના પહેલા જૂનાગઢ અને તાજેતરમાં સુરતના પાંડેસરામાં રૂપિયા 9 લાખની ચોરી કરી હતી. પોલીસે આ ગેંગેને ઝડપવામાં તો નિસ્ફળતા મળી છે પણ આ ગેગનો મુખ્ય સૂત્રધારને પોલીસે બાતમીના આધારે  વરાછાના મીની બજારમાંથી પકડી પાડ્યો છે

તે વરાછામાં લેઝર મશીનના એક કારખાનામાં કામ કરતો હતો. પકડાયેલા રીઢા ચોરનું નામ નરેશ ઉર્ફે નરીયો લાડુમોર છે. નરીયો મૂળ અમરેલીના રાજુલાનો છે. જોકે પોલીસે આ ઈસમની અટકાયત કરી તેની પૂછપરછ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જોકે આરોપીના 5 સાગરિતોને વડોદરાની ક્રાઇમબ્રાંચે એક મહિના પહેલા પકડી પાડ્યા હતા.આ પણ વાંચો : સુરત : રસ્તો ક્રોસ કરવા જતા યુવકને મળ્યું મોત, અકસ્માતનો વિચલિત કરતો CCTV Video વાયરલ

આ પણ વાંચો : સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ પણ વાંચો : આપઘાતની કરૂણ ઘટના! પરિણીતાએ લોહીથી 'I Love You' લખ્યું, વાત કરતાં કરતાં જિંદગી ટૂંકાવી

ટોળકી પહેલા રેકી કરે પછી રાત્રે તેમાંથી ચોરીઓ કરે છે. ચોરી પછી ભાડેના ટેમ્પામાં ચોરીનો માલ લઈ નીકળી જાય છે. ટેમ્પા ચાલકને માલ લાવાનો છે એમ કહી લઈ આવતા હોય છે. નરેશ અગાઉ સુરતમાંથી 14 વાહનની ચોરીમાં પકડાયો હતો. ઉપરાંત પલસાણામાં લૂંટ અને પાસામાં પણ જઈ આવ્યો હતો.

આ પણ વાંચો : દમણથી દારૂ ભરી સુરત જઈ રહેલું દંપતી ઝડપાયું, પોલીસને ચકમો આપવા ઘડ્યો હતો 'માસ્ટર પ્લાન'

આ પણ વાંચો : સુરત : આશ્ચર્યજનક કરૂણ ઘટના! પતિ કેરીનો રસ લેવાનું ભૂલી જતા થયો ઝઘડો, પત્નીએ કરી આત્મહત્યા

હાલ તેના સાગરિતોમાં મહાવીરસિંહ, ધર્મેશ, રામબાબુ, અજય અને જગદીશ જેલમાં છે. જોકે પોલીસે આ ઇસમાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. જોકે આ ઈસમની તપાસ દરમિયાન ચોરીના અનેક ભેદ ઉકલાય તેવી આશકા પણ પોલીસે વ્યક્ત કરી છે
Published by: Jay Mishra
First published: May 24, 2021, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading