ઓલપાડ : વેન્ટિલેટરના અભાવે માતાનું મોત થયાનો પુત્રનો આક્ષેપ, શબવાહિની પણ ન મળતા લારીમાં કાઢી અંતિમ યાત્રા


Updated: April 11, 2021, 5:20 PM IST
ઓલપાડ : વેન્ટિલેટરના અભાવે માતાનું મોત થયાનો પુત્રનો આક્ષેપ, શબવાહિની પણ ન મળતા લારીમાં કાઢી અંતિમ યાત્રા
ઓલપાડની કરૂણ ઘટના

ઓલપાડની કરૂણ ઘટના પુત્ર બોલ્યો, 'અંતિમ સંસ્કાર કરવા માટે શબવાહિની તો ઠીક પણ સ્મશાનની ચાવી 3 કલાકે આપી'

  • Share this:
સુરત : કોરોનાવાઇરસનો (Coronavirus) આ કપરો કાળ હજુ કેટલા વિકરાળ દિવસો બતાવશે તેની કોઈને ખબર નથી પરંતુ રોજબરોજ એવી કરૂણ ઘટનાઓ સામે આવી રહી છે જે રૂવાંડા ઉભા કરી નાખનારી છે. દક્ષિણ ગુજરાતનું સુરત (Surat) રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જોકે, સુરતના ગ્રામિણ વિસ્તારો પણ હવે સંક્રમણના ઝપટામાં છે. દરમિયાનમાં આજે ઓલપાડમાં (Olpad) એક મહિલાને શ્વાસની તકલીફ હતી. આ મહિલાનું શંકાસ્પદ કોરોનાના (coronavirus) કારણે નિધન થયું હતું. જોકે તેમના પુત્રએ કહ્યું કે મારી માતા માટે વેન્ટિલેટર (Vantilator) ન મળ્યું એના કારણે મોત થયું હતું. જોકે, વેન્ટિલેટર તો ઠીક મૃત્યુ (Death) પછી આ મહિલાને સ્મશાને લઈ જવા પંચાયત શબવાહિની આપવામાંથી પણ રહી

મહિલાના પુત્રએ આક્ષેપ મૂક્યો કે 'મારી માતાનું સાંજે 7.00 વાગ્યાનું નિધન થઈ ગયું હતું. અમને શબવાહિની ન અપાઈ. શબવાહિની તો ઠીક પરંતુ સ્મશાનની ચાવી જ 3 કલાકે આપવામાં આવી હતી. હવે કોઈ વ્યવસ્થા ન હોવાથી અમારે લારીમાં અંતિમ યાત્રા કાઢવી પડશે.'

રાત્રિના 11.00 વાગ્યા સ્વજનો સાથે સૂમસામ માર્ગ પર લારીમાં અંતિમ યાત્રા


આ પણ વાંચો :  વિચલિત કરતા દૃશ્યો! સુરતમાં સ્મશાનની બહાર મેદાનમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા

મહિલાનું નિધન થયા બાદ પરિવારે તેમના મૃતદેહને પ્લાસ્ટિક કવર કરી અને આસપાસના વિસ્તારમાં કોઈને તકલીફ ન થાય તેવી રીતે તૈયારી કરી હતી પરંતુ કરૂણ વાત એ છે કે એક વ્યક્તિનો સુવિધાના અભાવે જીવ તો ગયો પરંતુ તેની મોતનો મલાજો પણ ન જળવાયોપુત્ર પરીમ શાહે માતા સુભદ્રા બહેનના અવસાન અંગે કહ્યું કે 'મને ખબર નથી કે મારી માતાને કોરોના હતો કે નહીં પરંતુ લક્ષણો જણાતા મેં બધી તકેદરાી રાખી છે પરંતુ આજે મારે અંતિમવિધિ માટે 3 કલાક રઝળવું પડ્યું છે.

આ પણ વાંચો : સુરત : TRB જવાનને સહકર્મી સાથે થયો પ્રેમ, યુવતીએ લગ્નનું દબાણ કરતાં તાપીમાં ધક્કો મારી હત્યા કરી

રાજ્યમાં ક્યાંક રેમડેસિવીર ઇન્જેક્શનો માટે લોકો તરફડી રહ્યા છે તો ક્યાંક કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં ખાલી ખાટલા નથી. ક્યાંક ઑક્સીજન જીવ લઈ રહ્યો છે તો ક્યાંક સ્મશાનોમાં વેઇટીંગ છે.

આ સ્થિતિમાં સામાન્ય માણસ નિસહાય અને લાચાર જણાઈ રહ્યો છે. કોરોનાનો આ દુશ્મન હજુ કેટલી ખુવારી કરશે તે કોઈ જાણતું નથી પરંતુ આજની હકિકત વરવી અને કરૂણ છે.
Published by: Jay Mishra
First published: April 11, 2021, 5:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading