સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન, ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે રંગરલીયા મનાવતો યુવક ઝડપાયો


Updated: September 22, 2021, 8:04 PM IST
સુરત: માતા-પિતા માટે લાલબત્તી સમાન, ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે રંગરલીયા મનાવતો યુવક ઝડપાયો
માતા-પિતા માટે લાલબત્તી સમાન

દીકરી ઘરેથી સ્કૂલે જવા નીકળી અને આ રીતે મળી આવતા માતા પિતા સ્તબ્ધ. રિનોવેશનનું કામ ચાલતા એક બંગલામાં સોસાયટીની મહિલાઓએ ઘુસી બંનેને પકડી પોલીસ બોલાવી

  • Share this:
સુરત : શહેરમાં વિદ્યાર્થીઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 10ની વિદ્યાર્થીની ઘરેથી શાળાએ જવા નીકળ્યા બાદ પ્રેમી યુવક સાથે અડાજણ વિસ્તારના એક બંગલામાં પહોંચી હતી, જોકે સોસાયટીના લોકોએ હોબાળો મચાવી પોલીસ બોલાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવતીના માતા-પિતા તેમની પુત્રીએ કરેલા કારસ્તાન સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા. માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો. વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

સુરતમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન આ ઘટના અડાજણ વિસ્તારમાં બની હતી. સુરતના અડાજણ વિસ્તારમાં એક બંગલામાં રિનોવેશનનું કામ ચાલતું હતું, ત્યાં સુથારી કામ કરતો એક યુવાન છેલ્લા કેટલાક સમયથી સ્કૂલ ડ્રેસમાં એક યુવતીને લઈને આવ્યા આવ્યા બાદ તેની સાથે રંગરેલિયા મનાવતો હોવાની વિગતો સામે આવતા સોસાયટીના લોકોએ હોબાળો મચાવતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. સગીરા બંગલામાંથી મળી આવી હતી.

સ્થાનિકો અનુસાર, છેલ્લા લાંબા સમયથી કામ કરતો યુવક અને યુવતી અહીં મુલાકાત કરતા હોવાની સતત ફરિયાદો સોસાયટીમાં આવતા સોસાયટીના લોકોએ આજે હોબાળો મચાવ્યો હતો. યુવક એક સ્કૂલ ડ્રેસમાં કિશોરીને લઈને આવતો હતો અને કલાકો બાદ બન્ને પરત ફરતા હતા. આખરે આજે ગણતરીની મિનિટોમાં સોસાયટીની મહિલાઓએ બંગલામાં ઘૂસીને એક રૂમમાંથી બન્નેને પકડી પાડ્યાં હતાં. ત્યારબાદ બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકે ગભરાઈ જતા પોતાની ઓળખ આપી, પરંતુ કિશોરીને વારંવાર પૂછતા પણ તેણે કોઈપણ હકીકત જણાવી ન હતી. જોકે યુવક પોલીસ આવતા જ ગભરાઈ ગયો હતો અને પોતાની ને કિશોરીની ઓળખ આપી માફ કરી દેવા વિનંતી કરતો હતો.

આ પણ વાંચોરાજકોટ : PCR વાનમાં જ પોલીસ કર્મીની રંગરલીયા, નગ્ન અવસ્થામાં યુવતી સાથે ઝડપાયો - Video

પોલીસ આવી ગયા બાદ કિશોરી પણ તૂટી ગઈ અને માતા-પિતાનો મોબાઈલ નંબર આપતાં પરિવારને જાણ કરાઇ હતી. કિશોરીની માતા આવતાં જ ખબર પડી હતી કે, કિશોરી ધોરણ-10ની વિદ્યાર્થિની છે અને યુવક એની જ સોસાયટીમાં જ રહે છે. ફળિયામાં જ રહેતી કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા અહીં લાવતો હતો. માતા-પિતા માટે આ ચેતવણી સમાન કિસ્સો ગણાવી શકાય. અડાજણ પોલીસ બન્નેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
Published by: kiran mehta
First published: September 22, 2021, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading