સુરત : હત્યાનો વધુ એક બનાવ! તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયેલો યુવકનો મૃતદેહ મળ્યો


Updated: February 27, 2021, 5:08 PM IST
સુરત : હત્યાનો વધુ એક બનાવ! તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયેલો યુવકનો મૃતદેહ મળ્યો
પોલીસે હત્યાનો ગુનો નોંધી અને હત્યારાઓને શોધવાની કવાયત શરૂ કરી છે.

જગન્નાથ નગર સોસાયટીના પ્લોટ નં –86ની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડી ઝાંખરમાં એક અજાણ્યા યુવકની લાશ પડી હોવાનો મેસેજ કંટ્રોલ રૂમ પાંડેસરા પોલીસને મળ્યો

  • Share this:
સુરતમાં (Surat) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે ત્યારે સુરતના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એકજ દિવસ માં બે હત્યાની (Murder) ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા જગન્નાથ નગર સોસાયટી (Jagannath nagar Society) પાસે આવેલી ખુલ્લી જગ્યામાંથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ (Dead Body found) મળી આવતા પોલીસ કાફલો દોડતો થયો છે. હાલ મૃતકની ઓળખ કરવા માટે પોલીસ (Surat Police) આજુબાજુના વિસ્તારોમાં તપાસ કરી રહી

સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે તેમાં પણ હત્યાની ઘટના સતત સામે આવી રહી છે તેવામાં સુરત ન પાંડેસરા વિસ્તારમાં એકજ દિવસ બે હત્યાની ઘટનાના લીધે સમગ્ર  વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીના પ્લોટ નં –86ની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઝાડી ઝાંખરમાં એક અજાણ્યા યુવકની લાશ પડી હોવાનો મેસેજ કંટ્રોલ રૂમ પાંડેસરા પોલીસને આપ્યો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ : આપઘાતની રૂવાંડા ઊભા કરી નાખતી ઘટના! રીવરફ્રન્ટ પર અંતિમ video બનાવી પરિણીતાએ જિંદગી ટૂંકાવી

આ મેસેજ બાદ પાંડેસરા પોલીસ મથકના પી.આઈ. સહિતના કાફલો દોડી ગયો હતો. પોલીસે આ લાશનો કબ્બો લઈ તપાસ કરતા અજાણ્યા હત્યારાઓએ અજાણ્યા યુવક પર કોઈ બોથડ પદાર્થ વડે માથાના ભાગે પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ગળું દબાવી હત્યા કરી ભાગી છુટ્યા હતા.

આ ઝાંડી ઝાખરામાંથી યુવકની લાશ મળી આવી હતી.


પોલીસે પી.એમ. અર્થે લાશને સિવીલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જોકે આ યુવાન કોણ છે તેની હત્યા કોને અને શા માટે કરી છે તે દિશામાં પોલીસે તલાશ શરૂ કરી હતી જોકે આ વ્યક્તિને હથિયાર વડે ઇજા કર્યા બાદ તેનું ગળું દબાવવામાં આવ્યુ હતુ.આ પણ વાંચો : સુરત : આપઘાતની કરૂણ ઘટના! દિક્ષામાં સેવા આપવા આવેલા યુવકે બીજા માળેથી કૂદકો મારી જિંદગી ટૂંકાવી

જોકે એક જ દિવસે હત્યાની બીજી ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. આ યુવાની હત્યા કોઈ ઈસમે અંગત અદાવતમાં કરવામાં આવી હોય તેવું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આ યુવાનના મુતદેહને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે
Published by: Jay Mishra
First published: February 27, 2021, 5:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading