સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video


Updated: April 7, 2021, 3:21 PM IST
સુરત : ઑવરબ્રીજ પર આપઘાત કરવા ચઢ્યો હતો યુવાન, TRB જવાને બચાવ્યો જીવ, જુઓ Live Video
સુરતનો રૂવાંડા ઊભા કરી નાખતો વીડિયો

રિંગરોડ આવેલ કાપડ માર્કેટનાં ઓવર બ્રીજ પર આપઘાત કરવા ગયેલા એક યુવાને ટ્રાફિક ટીઆરબી જવાને જીવ બચાવ્યો

  • Share this:
સુરતમાં (Surat) સતત આપઘાતની (Suicide)  ઘટના સામે આવી ત્યારે આવી ઘટનામાં આપઘાત કરવા જતા હોય છે. અને તેની જાણકારી મળતા પોલીસ ત્યાં પહોંચીને આવા લોકને આપઘાત કરતા પહેલાં બચાવી લે છે. ત્યારે આજે રિંગરોડ આવેલ કાપડ માર્કેટનાં ઓવર બ્રીજ પર આપઘાત કરવા ગયેલા એક યુવાને ટ્રાફિક ટીઆરબી જવાને એક યુવાનનો જીવ બચાવવાની ઘટના સામે આવી છે. સુરતમાં છેલ્લા કેટલા સમયથી સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે.

તેમાં પણ યુવાનો સૌથી વધુ આપઘાત તરફ વળી રહ્યા છે. તેવામાં આજે એક યુવાન જે કાપડ માર્કેટમાં કામ કરે છે અને આ કાપડ માર્કેટ રિંગરોડ પર આવેલ છે ત્યારે આ વિસ્તારમાં હાલમાં બની રહેલ ઓવર બીજ ઉપર ચઢીને એક યુવાન આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : ધૈર્યરાજના ઇન્જેક્શન માટે એકઠા થયા 16 કરોડ 3 લાખ રૂપિયા, પિતાએ જણાવ્યું કેવી રીતે થશે સારવાર

જોકે, આવું યુવાન આવું કરી રહ્યો હતો ત્યારે ત્યાંથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની મદદ કરી રહેલા ટીઆરબી જવાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આ લોકો નું ધ્યાન જતા પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ સાથે રહેલ ટીઆરબી જવાને પોતાની સાંજ અને સમય સૂચકતા વાપરીને આ યુવાન બ્રિજની પડી પાર ચઢીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની નજર ચૂકવીને તેની નાજૂક પહોંચીને આ યુવાને આપઘાત કરતા પહેલા ઉગારી લીધો હતો.અને તેને ત્યાંથી પોલીસ મથકે લઈએ જવામાં આવ્યો હતો. જોકે આ યુવાનની તમામ વાત સાંભળીને આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભરવાની વાત સામે આવતા પોલીસે આ આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : બર્બરતા! દીકરો ચોધાર આંસુએ રડતો રહ્યો, પોલીસ રીક્ષા ચાલક પિતાને મારતી રહી, Video થયો Viral

જોકે યુવાનનો જીવ બચાવનાર ટીઆરબી રોહિત વિજય ભાઈ અને સાગર સુરેશ ભાઈ અને લોકરક્ષક હિતેશ ભાઈની આ કામગીરી ને લઈને પોલીસ વિભાગમાં તેમની અધિકારી દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
Published by: Jay Mishra
First published: April 7, 2021, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading