સરકારે આદિવાસીઓની જમીન પડાવી, સરદાર પટેલ જીવતા હોત તો તેઓ પણ દુઃખી થતા: હાર્દિક પટેલ


Updated: October 28, 2020, 4:42 PM IST
સરકારે આદિવાસીઓની જમીન પડાવી, સરદાર પટેલ જીવતા હોત તો તેઓ પણ દુઃખી થતા: હાર્દિક પટેલ
હાર્દિક પટેલ.

કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક (Kaprada Constituency)ની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કૉંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા  છે. આજે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel) કપરાડા વિધાનસભા બેઠકમાં કૉંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. કપરાડા તાલુકાના સુથારપાડા (Sutharpada)માં હાર્દિક પટેલને જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી (Tushar Chaudhary) અને કૉંગ્રેસના કપરાડાના બેઠકના ઉમેદવાર બાબુભાઈ વરઠા (Babubhai Vartha), વલસાડ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કૉંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જોકે, હાર્દિક પટેલની આ સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. સભાને સંબોધતા કૉંગ્રેસ અગ્રણીઓએ અનેક મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા, આથી આ બેઠક પર પેટા ચૂંટણી આવી પડી છે. કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર કૉંગ્રેસ અગ્રણીઓએ આકરા પ્રહાર કર્યા હતા. આ સભામાં કૉંગ્રેસ અગ્રણીઓએ જીતુ ચૌધરીને ગદ્દાર કહીને આ વખતે તેમને હરાવીને જવાબ આપવા હાંકલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: બેંક મેનેજર પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી, છૂટાછેડાની ધમકી આપનાર પતિ સામે ફરિયાદ 

પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કૉંગ્રેસને ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી. વધુમાં સભાને સંબોધતા ભાજપ તરફથી આદિવાસી વિસ્તારના ધારાસભ્યને ખરીદી અને જંગલ અને જંગલની જમીન ઉધોગપતિઓને આપવાનું મોટું ષડયંત્ર હોય તેવો  આક્ષેપ કર્યો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પણ આદિવાસીઓની જમીન હડપીને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના હાર્દિક પટેલે આક્ષેપો કરી કર્યા હતા. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, "આદિવાસીની જમીન પડાવવાનું સરકારે કામ કર્યું છે. સરદાર પટેલ જીવિત હોત તો તેઓ પણ દુઃખી હોત કે કોઈને જમીન પડાવીને મારે મારું સ્ટેચ્યૂ નથી બનાવવું. જીતુભાઈ ચૌધરીએ 50 કરોડ રૂપિયા ખાઈની અહીંની જનતા સાથે દગો કર્યો છે."

આ પણ વાંચો: જામનગર: ભૂમાફિયાના ત્રાસની વધુ એક ફરિયાદ, મુંબઈના મહાજન પરિવારે SPને કરી રજુઆ

ભાજપના ઉમેદવાર પર બેફામ આક્ષેપકૉંગ્રેસ ધારાસભ્ય ચંદ્રિકાબેનને કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને હવે કૉંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા અને ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી વિરુદ્ધ બેફામ આક્ષેપબાજી કરી હતી. જીતુભાઈ ચૌધરીએ કરોડો રૂપિયા ભાજપ પાસેથી લઈને ઓસ્ટ્રેલિયા અને દેશો તેમજ ગાંધીનગર અને વાપીમાં 700 વિઘાથી વધુ જમીન લીધી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

આ પણ જુઓ-

કૉંગ્રેસની સભામાં કૉંગ્રેસના અગ્રણીઓએ ભાજપ પર અને ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી પર આક્ષેપ કરવામાં કોઈ સીમા રાખી ન હતી. ચંદ્રિકાબેન દ્વારા કરવામાં આવેલ આક્ષેપ અંગે હાર્દિક પટેલને પૂછતા હાર્દિક પટેલે તેનો ગોળગોળ જવાબ આપ્યો હતો. સાથે જ સભા બાદ સભા મંચ પરથી આક્ષેપ કરનારા ચંદ્રિકાબેનને પણ મીડિયાએ પૂછતાં તેઓએ પણ ગોળગોળ વાત કરી હતી.. અને તેમને સભા મંચ પરથી કરેલી ગંભીર આક્ષેપો એ લોક મુખેથી સાંભળેલી વાત હોવાનું જણાવી મીડિયા ના સવાલો થી બચવા પ્રયાસ કર્યા હતા.
Published by: Vinod Zankhaliya
First published: October 28, 2020, 4:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading