વલસાડ : ગૌતસ્કરીનો Live Video વાયરલ, તસ્કરો સ્કોર્પિયોમાં ક્રૂરતા પૂર્વક ગાયને ભરી ફરાર


Updated: June 30, 2021, 4:31 PM IST
વલસાડ : ગૌતસ્કરીનો Live Video વાયરલ, તસ્કરો સ્કોર્પિયોમાં ક્રૂરતા પૂર્વક ગાયને ભરી ફરાર
ગૌવંશના તસ્કરો સીસીટીવીમાં આબાદ ઝડપાયા

વાપીમાં ગૌતાસ્કરીનો  લાઈવ સીસીટીવી વીડિયો વાઇરલ, વાપીના બડકમોરા વિસ્તારમાં ગૌતસ્કરો ગાડીમાં ગાયો ભરી ને ફરાર

  • Share this:
ભરતસિંહ વાઢેર, વલસાડ :  વલસાડ જિલ્લામાં (Valsad) ગૌતસ્કરો  બેફામ બની રહ્યા છે. ઔદ્યોગિક નગરી વાપીના ભડકમોરા ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર (Cattle Thief)  ટોળકી રસ્તે  બેસેલી ગાયોને ક્રૂરતાપૂર્વક પોતાની ગાડીમાં ભરી અને ફરાર થઈ ગયા હોવાનો લાઈવ દ્રશ્યો સીસીટીવી (cctv video) કેમેરામાં કેદ થયા છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ (Viral) થઇ રહ્યો છે. જેને કારણે જિલ્લાના ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

લાગી રહ્યું છે કે વલસાડ જિલ્લા માં ગૌતસ્કરોને ખાખીનો પણ ખોફના હોય તેમ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે રસ્તા પર બેસેલા ગાયો અને ગૌવંશ ને ક્રૂરતા પૂર્વક કાર અને જીપ જેવા નાના  વાહનોમાં ભરી અને મોડી રાત્રે રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે અને ત્યાર બાદ તેમને કતલખાને ધકેલી દેવામાં આવે છે.

આ પણ વાંચો : સુરત : કુરદરતની ક્રૂર થપાટ! પત્નીના આપાઘાતના 21 દિવસ બાદ દુ:ખી પતિનું પણ મોત, બાળક બન્યું નોધારું

અત્યાર સુધી આવા  અનેક બનાવો પોલીસ ચોપડે પણ નોંધાઈ ચૂક્યા છે. જોકે તેમ છે છતાં  જિલ્લામાં ગૌતસ્કરી પર રોક લાગી નથી ઔધોગિક નગરી વાપીમાં જેવા રાત દિવસ સતત ધમધમતા  શહેરી વિસ્તારમાં પણ મોડીરાત્રે રસ્તા પર બેસેલી ગૌવંશને ગાડીઓમાં ભરી અને ગૌતસ્કરોએ  રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે. આવો જ એક લાઇવ  સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાપીના ભડકમોર ચણોદ રોડ પર મોડી રાત્રે ગૌતસ્કર  ટોળકી રસ્તા પર બેસેલી ગાયો અને વાછરડા ઓને  સ્કોર્પિયો જેવી પોતાની ગાડીમાં બળજબરી પુર્વક ભરી અને ગણતરીની મિનિટોમાં જ ફરાર થઈ જાય છે.મહત્વપૂર્ણ છે કે દસ દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાના ડુંગરી  નજીક નેશનલ હાઇવે પર ગૌતસ્કરો ના  ટેમ્પોનો પીછો કરતા હાર્દિક કંસારા નામના એક ગૌસેવક પર  ગૌતસ્કરોએ ટેમ્પો ચડાવી તેનું મોત નીપજાવી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.  તે ઘટનાના  ગણતરીની કલાકોમાં જ વલસાડ પોલીસે ગૌતસ્કર  ટોળકીના 11થી વધુ સાગરીતોને દબોચી સળિયા પાછળ ધકેલી દીધા હતા.

આ પણ વાંચો : સુરત : 4 સંતાનોની માતાને પતિએ શાકભાજીના ફેરિયા સાથે ઝડપી પાડી, પ્રેમી ચુંબન કરવા ગયોને પકડાયો!

ત્યારબાદ પણ બે દિવસ અગાઉ ભીલાડ  પોલીસે ગૌ માસ સાથે ગૌતસ્કર કસાઈઓને  ઝડપી પાડયા હતા.જોકે તેમ છતાં જિલ્લામાં હજુ પણ ગૌતસ્કરોની અનેક ગેંગ સક્રિય છે. બેફામ બનેલા તસ્કરોને જાણે કોઈનો પણ ખોફ ના  હોય તેમ મોડી રાત્રે જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ આવી  ટોળકી વાહનો સાથે ત્રાટકે છે અને રસ્તે બેસેલા ગૌવંશને ગાડીઓમાં ભરી અને કતલખાને ધકેલી દે છે.

આ અગાઉ પણ ગૌતસ્કરી કરતી આવી ગેંગનો સામનો કરતા  ગૌતસ્કરો એ ગૌરક્ષકો અને પોલીસકર્મીઓ પર પણ જીવલેણ હુમલાના બનાવ બની ચૂકી છે. ત્યારે બેફામ બની ગયેલા આવા ગૌંતસ્કર કસાઈઓને   ખાખી નોખો બતાવવામાં આવે તે જરૂરી છે.

જોકે, અત્યારે તો વાપીના ભડકમોરા વિસ્તારમાં બનેલ ગૌરસ્કરીનો  લાઇવ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને કારણે જિલ્લાના જીવદયા પ્રેમીઓ અને ગૌરક્ષકો માં રોષની લાગણી જોવા મળી રહી છે.
Published by: Jay Mishra
First published: June 30, 2021, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading