India Head Coach : જાણવા જેવી વાત! શા માટે BCCI 'ગુરુ' દ્રવિડને કોચ બનાવશે, શું છે બોર્ડની યોજના?


Updated: October 18, 2021, 1:55 PM IST
India Head Coach : જાણવા જેવી વાત! શા માટે BCCI 'ગુરુ' દ્રવિડને કોચ બનાવશે, શું છે બોર્ડની યોજના?
તસવીર- PTI રાહુલ દ્રવિડનું આગામી કોચ બનવું નક્કી છે ત્યારે શું છે આની પાછળનું કારણ

India Head Coach : અહીં સવાલ એ છે કે શા માટે બીસીસીઆઇ આટલા ખંતથી દ્રવિડની પાછળ લાગ્યું છે? કારણો ખરેખર જાણવા જેવા છે

  • Share this:
મીડિયામાં સૂત્રો આધારિત વાતો બાદ કોઈપણ આશ્ચર્યચકિત નથી કે રાહુલ દ્રવિડ (Rahul Dravid Next india Head Coach )ને ટી20 વર્લ્ડ કપ (T-20 World cup) બાદ ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કરી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં ભારતના પૂર્વ કોચ ગ્રેગ ચેપલે BCCIની ઓફિશિયલ જાહેરાતની (BCCI Official)  રાહ જોયા વગર જ દ્રવિડને તેમની નવી ઇનિંગ માટે શુભકામનાઓ આપી દીધી છે. આ ઉપરાંત ક્રિકેટ જગતની અનેક મોટી હસ્તીઓએ પણ રાહુલ દ્રવિડને શુભકામનાઓ પાઠવી છે.

BCCIની પરંપરા અનુસાર રવિવારે ભારતીય ટીમના આગામી મુખ્ય કોચના પદ માટે જાહેરાત કરવામાં આવી, પરંતુ બધાને પહેલાથી જ જાણ હતી કે કોની પસંદગી કરવામાં આવશે. મહત્વનું છે કે જ્યાં સુધી તમે ક્રિકેટની દુનિયામાં સૌથી આશાવાદી વ્યક્તિ ન બનો, ત્યાં સુધી પદ માટે અરજી કરવામાં તમારો સમય અને ઊર્જા બગાડવી જોઇએ નહીં.

પરંતુ અહીં સવાલ એ છે કે શા માટે બીસીસીઆઇ આટલા ખંતથી દ્રવિડની પાછળ લાગ્યું છે? સત્તા, પૈસા અને પ્રભાવની દ્રષ્ટિએ શક્તિશાળી બોર્ડ કે જે નિવૃત્તિ પછીના વર્ષોમાં આઈકોનના કદ વિશે વધુ પરવા કરતું નથી, તે દ્રવિડ સામે આટલા લાંબા સમય સુધી અનુરોધ કરી રહ્યુ છે, જે તેમની ત્રુટિહિન શાખ વિશે ઘણું દર્શાવે છે. ઉડતું પક્ષી પાડી શકે એવું મજબૂત BCCI શા માટે દ્રવિડની પાછળ પડ્યું છે, કારણો ખરેખર જાણવા જેવા છે.

દ્રવિડના કોચ બનવાથી ભારતીય ટીમમાં પણ સુકાન પરિવર્તન

તે દિવસો હવે ગયા જ્યારે જોન રાઇટ, ચેપલ કે ગેરી કર્સ્ટન ભારતીય ટીમના કોચ બનાવાની ઇચ્છા ધરાવતા હતા. કારણ કે આઇપીએલમાં મોટા પુરસ્કારોની સાથે આ પ્રકારના માહોલમાં બે મહિનાના નાના પ્રવાસે રિકી પોંટિંગ, મહિલા જયવર્ધનેને પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યાત્યાં સુધી કે સ્ટીફન ફ્લેમિંગ(આઇપીએલના ઇતિહાસના સૌથી સફળ કોચ)ને પણ આ નોકરી અંગે ઉત્સાહ નથી, જેને ક્યારેક વિશ્વના કોઇ પણ કોચ માટે એક અંતિમ નોકરી તરીકે ગણવામાં આવતી હતી. મહત્વની વાત તે છે કે BCCIને પણ દ્રવિડ જેવા કોચની જરૂરિયાત છે, જેથી લિડરશિપ પરીવર્તનને નેવિગેટ કરવામાં મદદ મળી શકે, જે ટી વર્લ્ડ કપના તુરંત બાદ શરૂ થનાર આગામી અમુક વર્ષોમાં થવાની સંભાવના છે.

ટેસ્ટમાં કોહલી વનડેમાં રોહિત શર્મા નવું ફોર્મેટ

સ્પ્લિટ કેપ્ટન્સી પ્રક્રિયા કે જેમાં વિરાટ કોહલી ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરી શકે છે, ત્યારે રોહિત શર્માને વ્હાઇટ બોલ ટીમને ડ્રેસિંગ રૂમમાં શાંત પ્રભાવ ઊભો કરવા માટે દ્રવિડ જેવા કોઇ વ્યક્તિની જરૂરિયાત હશે. મહેન્દ્ર સિંહ ધોની(જે ટીમાં વિશ્વ કપ માટે મેંટર તરીકે આવ્યો)ની જેમ દ્રવિડને ક્રિકેટર્સ, એડમિનિસ્ટ્રેટર્સ અને પ્રશંસકો વચ્ચે ભારે પ્રેમ અને આદર મળે છે.

બીસીસીઆઈ જાણે છે કે તેઓ આવા કોચની મદદથી કોઇ પણ વિવાદથી સંપૂર્ણપણે મુક્ત થઇ શકે છે. ઇંગ્લેન્ડમાં પુસ્તક વિમોચન વિવાદ કે પછી રવિ શાસ્ત્રી દ્વારા મીડિયામાં જ્યાં-ત્યાં વિવાદિત નિવેદનોની સંભાવના ખૂબ ઓછી છે અને તેથી ટીમને ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે.

આ પણ વાંચો :  MS Dhoni: ઘોની 2022ની IPLમાં મેચ રમે કે ન રમે, ટીમ CSK જ હશે, ફ્રેન્ચાઇઝીએ મારી દીધો 'સિક્કો'


જોકે તે પણ એક સત્ય છે કે માત્ર સદ્દભાવનાથી તમને આટલી હાઇ પ્રોફાઇલ જોબ આપવામાં આવતી નથી. અને દ્રવિડના પક્ષમાં જે પાસાઓ છે તેમાં અંડર 19 અને ઇન્ડિયા એ કોચ અને રાષ્ટ્રિય ક્રિકેટ એકેડેમીના પ્રમુખ તરીકે છેલ્લા ઘણા વર્ષોમાં તેમણે કરેલા કામો છે.

દ્રવિડ યુવા ખેલાડીઓનો મેન્ટર

ભારતના પૂર્વ કેપ્ટનને મોટા ભાગે પ્રોસેસ પર્સન તરીકે માનવામાં આવે છે અને તેમની પદ્ધતિઓએ ભારતીય ક્રિકેટ માટે અદ્દભુત કામ કર્યા છે. હાર્દિક પંડ્યાથી લઇને પૃથ્વી શો સુધી, મયંક અગ્રવાલથી લઇને શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજથી લઇને વોશિંગ્ટન સુંદર સુધી લગભગ દરેક યુવા ખેલાડી કે જેઓ આગામી પાંચ વર્ષ કે તેથી વધુ સમય સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી શકે છે, તે તમામે દ્રવિડના યોગદાન વિશે ઉંડાણ પૂર્વક વાત કરી છે.

શા માટે બીસીસીઆઈ ફેર વિચાર કરવા મજબૂર થયું?

જ્યારે કે તેનાથી વિપરિત શાસ્ત્રી દ્વારા રાષ્ટ્રિય ખેલાડીઓમાં લાવવામાં આવેલા સકારાત્મક પરીવર્તનો વિશે અડધા ખેલાડીઓએ પણ સાર્વજનિક રીતે વાત કરી નથી. અજિંક્ય રહાણેનો નિરંતર સંઘર્ષ અને રેડ બોલ ક્રિકેટમાં ચેતેશ્વર પુજારાની કઠિન યાત્રા એવા ઉદાહરણો છે, જેણે બીસીસીઆઇને કોઇ એવા વ્યક્તિની શોધ કરવા માટે પ્રેરિત કર્યુ જે આ વસ્તુઓને ઠીક કરી શકે.

આ પણ વાંચો : Avi Barot Death : સૌરાષ્ટ્રના યુવાન ક્રિકેટર અને ઈન્ડિયા U-19ના પૂર્વ કેપ્ટન અવીને હાર્ટ એટેક આવતા મૃત્યુ

દ્રવિડ મોડલ બીસીસીઆઈ દ્વારા ટ્રેંડ સેટર હોઈ શકે છે

ક્રિકેટ સાઉથ આફ્રિકા(માર્ક બાઉચર) કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(મિસ્બાહ-ઉલ-હક) દ્વારા કોચ તરીકે પૂર્વ મહાન ખેલાડીઓની અચાનક નિયુક્તિથી તેમના પર કોઇ ખાસ અસર થઇ નથી. જોકે દ્રવિડ સાથે આવું થવાની શક્યત નથી, કારણ કે તેમણે કોચ તરીકે અલગ અલગ ક્ષમતાઓમાં પોતાને તૈયાર કર્યા છે, પછી ભલે તેમની પાસે ઔપચારિક પ્રમાણપત્ર ન હોય. રમતના ઇતિહાસમાં ક્યારેય પણ ટેસ્ટ અને ODI મેચોમાં 10,000થી વધુ રન બનાવનાર ખેલાડી રાષ્ટ્રીય ટીમના કોચ રહ્યા નથી અને દ્રવિડ મોડલ બીસીસીઆઈ દ્વારા માત્ર ટ્રેંડ-સેટર હોઇ શકે છે.
First published: October 18, 2021, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading