કેચને નોટ આઉટ દેવા પર ભડકી ગયો વિરાટ કોહલી, પૂછ્યું- કોણ છે થર્ડ એમ્પાયર

News18 Gujarati
Updated: May 19, 2018, 3:51 PM IST
કેચને નોટ આઉટ દેવા પર ભડકી ગયો વિરાટ કોહલી, પૂછ્યું- કોણ છે થર્ડ એમ્પાયર

  • Share this:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગુરૂવારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેલ સનરાઈઝર્સ હૈદરાબાદને 14 રનથી માત આપી. આ જીતની મદદથી વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમે પ્લેઓફની આશાઓ જીવંત રહી છે. આ મેચમાં બંને ટીમોએ 200થી વધારે રન બનાવ્યા અને કેટલાક આશ્ચર્યજનક કેચ જોવા મળ્યા. સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિંગની ત્રીજી ઓવર દરમિયાન ખરાબ એમ્પાયરિંગ જોવા મળી હતી.

આ ઓવર ઉમેશ યાદવે કરી હતી અને એલેક્સ હેલ્સે મિડ ઓન તરફ શોર્ટ ફટકાર્યો હતો. આરસીબીના ટિમ સાઉથીએ દોડીને બોલ નીચે પડે તે પહેલા જ પકડી લીધો અને કેચ યોગ્ય સમજીને આરસીબીના ખેલાડીઓ વિકેટ માટે જશ્ન મનાવવા લાગ્યા હતા. જોકે ફિલ્ડ એમ્પાયરોએ કેચ યોગ્ય છે કે, નહી તે તપાસવાનો નિર્ણય લીધો . રિપ્લેમાં જોવા મળ્યું કે, કેચ યોગ્ય હતો પરંતુ થર્ડ એમ્પાયરે હેલ્સને નોટ આઉટ આપ્યો હતો.

આ નિર્ણયથી માત્ર ફેન્સ જ નહી પરંતુ કોમેન્ટર્સ પણ હેરાન રહ્યાં. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી પણ આનાથી ખુબ જ નારાજ થયો અને તરત જ એમ્પાયર સાથે વાત કરતા નજરે પડ્યો હતો. તેમને મેદાની એમ્પાયરને પૂછ્યું કે, થર્ડ એમ્પાયર કોણ છે? એમ્પાયરનું નામ જાણીને વિરાટ પાછો ચાલ્યો ગયો.

આ મેચ બેંગ્લોરે અંતિમ ઓવરમાં જીતી લીધી લીધી. આ બેંગ્લોરની સિઝન-11ની છઠ્ઠી જીત હતી. તેને આજે અંતિમ મેચ રાજસ્થાનમાં જયપુરમાં રમવાની છે. આ મેચ જે જીતશે તેની પ્લેઓફમાં જવાની આશાઓ વધી જશે.
Published by: Mujahid Tunvar
First published: May 19, 2018, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading