IPL 2021: આઈપીએલ ટીમોમાં કોની એન્ટ્રી અને કોણ થયું બહાર? અહીં જાણો તમામ 8 ટીમની Full Squad


Updated: September 18, 2021, 11:55 AM IST
IPL 2021: આઈપીએલ ટીમોમાં કોની એન્ટ્રી અને કોણ થયું બહાર? અહીં જાણો તમામ 8 ટીમની Full Squad
19મી તારીખથી આઈપીએલની બીજા ચરણની મેચો શરૂ થશે.

IPL 2021 Full Squad: પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai super kings) વચ્ચે હશે. IPL 2021ની ફાઇનલ મેચ (IPL 2021 final match) 15 ઓક્ટોબરે રમાશે.

  • Share this:
મુંબઈ: આગામી 1 મહિના જેટલો સમય ક્રિકેટ ચાહકો માટે ઉત્સવ સમાન છે. પહેલા IPL અને પછી તરત વર્લ્ડ કપ (T20 world cup 2021)ની મેચો રમાવા જઈ રહી છે. IPL 2021ના બીજા તબક્કનો પ્રારંભ તા.19 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યો છે. આ તબક્કો UAEમાં યોજાશે. જેમાં પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) અને ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai super kings) વચ્ચે હશે. IPL 2021ની ફાઇનલ મેચ (IPL 2021 final match) 15 ઓક્ટોબરે રમાશે. આ ફાઇનલના બે દિવસ બાદ UAEમાં T-20 વર્લ્ડ કપનો પ્રારંભ થશે. IPLના બીજા તબક્કામાં ઘણા સ્ટાર ખેલાડીઓ ખસી ગયા છે. જ્યારે કેટલાક ઈજાને કારણે રમી રહ્યા નથી. જોકે, IPLની ટીમોને આ તમામ ખેલાડીઓના રિપ્લેસમેન્ટ મળી ગયા છે

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)

દિલ્હી કેપિટલ્સે રિષભ પંતની આગેવાની હેઠળ IPLના પહેલા તબક્કામાં ખૂબ સારો દેખાવ કર્યો હતો. દિલ્હીએ 8માંથી 6 મેચ જીતીને IPL પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. હવે બીજા તબક્કામાં ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ રમશે નહીં. જોકે, ઈજાને કારણે પ્રથમ તબક્કામાં ભાગ ન લેનાર શ્રેયસ અય્યર પાછો ફરવાનો છે. દિલ્હી કેપિટલ્સે વોક્સના સ્થાને બેન ડવારશુઇસને ટીમમાં સામેલ કર્યો છે

દિલ્હી કેપિટલ્સની આખી સ્ક્વોડ (Delhi Capitals Squad)

શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ઇશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન, લલિત યાદવ, હર્ષલ પટેલ, અવેશ ખાન, પ્રવીણ દુબે, કગિસો રબાડા, એનરિચ નોરખિયા, માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, ડેનિયલ સેમ્સ, સ્ટીવ સ્મિથ, ઉમેશ યાદવ, રિપલ પટેલ, વિષ્ણુ વિનોદ, લુકમાન હુસૈન મેરીવાલા, ટોમ કરન, બિલિંગ્સ, બેન ડવારશુઇસ.

ચેન્નઇ સુપરકિંગ્સ (Chennai Super kings)40 વર્ષના એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપરકિંગ્સ ધૂમ મચાવવાની તૈયારીમાં છે. હાલ IPL પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ બીજા ક્રમે છે. IPL 2021માં પ્રથમ મેચમાં હારેલા ચેન્નાઈએ સતત પાંચ મેચ જીતી હતી. IPL રદ થાય તે પહેલા છેલ્લી મેચમાં મુંબઈ સામે ચેન્નઈ હારી ગયું હતું. આ ટીમમાં કોઈ ફેરફાર થયો નથી.

ચેન્નઈ સુપરકિંગ્સની આખી ક્વોડ (Chennai Super kings Squad)

મહેન્દ્રસિંહ ધોની, રુતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, સેમ કરેન, જોશ હેઝલવૂડ, ઇમરાન તાહિર, ફાફ ડુપ્લેસી, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કર્ણ શર્મા, અંબાતી રાયડુ, મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, નારાયણ જગદીશન, કેએલ આસિફ, લુંગી એનગીડી, સાંઇ કિશોર, મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, એમ હરિશંકર રેડ્ડી, કે ભગત વર્મા, કે હરિ નિશાંત.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)

વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ ફોર્મમાં છે. આ ટીમ પ્રથમ સાતમાંથી પાંચ મેચ જીતી ચુકી છે. હાલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે. આ ટીમમાં સૌથી વધુ ફેરફાર જોવા મળશે. એડમ ઝમ્પા, ફિન એલન, કેન રિચાર્ડસન અને વોશિંગ્ટન સુંદર બીજા તબક્કામાં રમશે નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઝમ્પાના સ્થાને વાનિન્દુ હસરંગા, જ્યારે એલેનના સ્થાને ડેવિડ અને રિચાર્ડસનને સ્થાને જ્યોર્જ ગાર્ટનર તથા સુંદરની જગ્યાએ આકાશ દીપને ટીમમાં સામેલ કર્યા છે. શ્રીલંકાના પેસર દુષ્મન્થા ચામીરા પણ ટીમ સાથે સંકળાયેલ છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આખી સ્ક્વોડ (Royal Challengers Bangalore Squad)

વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત પડિક્કલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, શેહબાઝ અહમદ, જોશ ફિલિપ, પવન દેશપાંડે. ગ્લેન મેક્સવેલ, સચિન બેબી, રજત પાટીદાર, મોહમ્મદ અઝહરુદ્દીન, કાયલ જેમિસન, ડેનિયલ ક્રિસ્ટિયન, સુયશ પ્રભુદેસાઈ, કેએસ ભારત, વાનિન્દુ હસરંગા, ટિમ ડેવિડ, જ્યોર્જ ગાર્ટન, આકાશ દીપ, દુષ્મન્થા ચામીરા.

મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians)

મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત IPL ચેમ્પિયન રહી ચુકી છે. આ ટીમમાં કોઈ ફેરફાર થયો નથી. IPL પોઇન્ટ ટેબલમાં હાલ મુંબઈ ચોથા ક્રમે છે.

મુંબઈ ઇન્ડિયન્સની આખી સ્ક્વોડ (Mumbai Indians Squad)

રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડયા, કિરોન પોલાર્ડ, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડયા, ક્વિન્ટન ડીકોક, ટ્રેન્ટ બોલ્ટ, ઇશાન કિશન, રાહુલ ચહર, સૌરભ તિવારી, ધવલ કુલકર્ણી, અદિત્યા તારે, જયંત યાદવ, ક્રિસ લીન, અનુકુલ રોય, અનમોલપ્રીત સિંહ, મોહસિન ખાન, એડમ મિલ્ને, નાથન કુલ્ટર નાઇલ, પિયુષ ચાવલા, જિમી નીશમ, યુધવીર ચરક, માર્કો જેસન, અર્જુન તેંડુલકર.

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)

પ્રથમ તબક્કામાં રાજસ્થાને સાતમાંથી ત્રણ મેચ જીતી છે. જ્યારે ચારમાં હાર થઈ છે. પેસર જોફ્રા આર્ચર ઈજાના કારણે રમશે નહીં. જ્યારે જોસ બટલર અને એન્ડ્રુ ટાઈ IPLમાંથી ખસી ગયા છે. બીજી તરફ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ માનસિક સ્વાસ્થ્યના મુદ્દે અનિશ્ચિત સમય સુધી બ્રેક પર છે. રાજસ્થાને ન્યૂઝીલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સ, સ્પિનર તબરેઝ શમ્સી અને ધૂંઆધાર બેટ્સમેન એવિન લુઇસને રિપ્લેસમેન્ટ તરીકે ઉમેર્યા છે. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝનો પેસર ઓશાને થોમસ પણ સંકળાયેલો છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2021: ટાઇમ ટેબલ, ટીમ, હોસ્ટ અને વેન્યૂ, એક ક્લિકમાં જાણો તમામ વિગત

રાજસ્થાન રોયલ્સની આખી સ્ક્વોડ (Rajasthan Royals Squad)

સંજુ સેમસન, રીયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવતિયા, મહિપાલ લોમરોર, કાર્તિક ત્યાગી, જયદેવ ઉનડકટ, મયંક માર્કન્ડેય, જશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા, શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સકરિયા, કેસી કરિઅપ્પા, લિયામ લિવિંગસ્ટોન, ગ્લેન ફિલિપ્સ, તબરેઝ શમસી, એવિન લુઇસ, ઓશાને થોમસ, કુલદીપ યાદવ, આકાશ સિંહ.

પંજાબ કિંગ્સ (Punjab Kings)

પંજાબની ટીમમાંથી ડેવિડ મલાન, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચાર્ડસન અને રિલે મેરેડિથે બીજા તબક્કા રમશે નહીં. જેથી પંજાબે ઓસ્ટ્રેલિયન પેસર નાથન એલિસને ટીમમાં સામેલ કર્યો છે. બીજી તરફ ડેવિડ માલનના સ્થાને સાઉથ આફ્રિકાના ઓપનર એડન માર્કરામને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદ પણ ટીમમાં છે.

પંજાબ કિંગ્સની આખી સ્ક્વોડ (Punjab Kings Squad)

કે.એલ. રાહુલ, ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, મનદીપ સિંહ, સરફરાઝ ખાન, દીપક હૂડા, પ્રભસીમરન સિંહ, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, દર્શન નલકાંદે, રવિ બિશ્નોઈ, મુરુગન અશ્વિન, અર્શદીપ સિંહ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, શાહરૂખ ખાન, અડેન માર્કરમ, તબરેઝ શમસી, નાથન એલિસ, મોઇજેજ હેનરિક્સ, જલાજ સક્સેના, ઉત્કર્ષ સિંહ, ફેબિયન અને સૌરભ કુમાર.

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata knight riders)

કોલકાતા નાઇટ રાઇડર્સનો સૌથી મોંઘો ખેલાડી પેટ કમિન્સ અંગત કારણોસર IPLમાંથી ખસી ગયો છે. કમિન્સના સ્થાને ન્યૂઝીલેન્ડના પેસર ટિમ સાઉથીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સની આખી સ્ક્વોડ (Kolkata knight riders squad)

આયન મોર્ગન, આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, રિન્કુ સિંહ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, ટિમ સાઉથી, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સિફર્ટ, શાકિબ અલ હસન, વૈભવ અરોરા, કરુણ નાયર, હરભજન સિંહ, બેન કટિંગ, પવન નેગી, વેંકટેશ ઐયર અને શેલ્ડન જેક્સન.

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad)

IPLના બીજા તબક્કામાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્ટાર બેટ્સમેન જોની બેરસ્ટોના સ્થાને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શેરફેન રદરફોર્ડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની આખી સ્ક્વોડ (Sunrisers Hyderabad squad)

કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, શેરફેન રુથરફોર્ડ, મનીષ પાંડે, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, સમદ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ, ટી નટરાજન, અભિષેક શર્મા, શહબાઝ નદીમ, મિચેલ માર્શ, વિજય શંકર, મોહમ્મદ નબી, રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, થમ્પી અને જેસન હોલ્ડર, જગદીશ સુચિત, કેદાર જાધવ, મુજીબ ઉર રહેમાન.
Published by: Vinod Zankhaliya
First published: September 18, 2021, 11:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading