IPL 2021: કોરોનાની ગભરાઇને 3 દિવસ પહેલા જ કેન વિલિયમસને દિલ્લી છોડ્યુ, બોર્ડને ખબર પણ નથી!

News18 Gujarati
Updated: May 7, 2021, 11:11 PM IST
IPL 2021: કોરોનાની ગભરાઇને 3 દિવસ પહેલા જ કેન વિલિયમસને દિલ્લી છોડ્યુ, બોર્ડને ખબર પણ નથી!

  • Share this:
નવી દિલ્લી: ન્યૂઝીલેન્ડ અને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) દિલ્હી છોડીને માલદિવ ગયા છે. રસપ્રદ વાત એ છે કે, કેન વિલિયમસન 10 મે સુધી દિલ્હીના મિનિ બાયો બબલમાં રોકાવાનો હતો, પરંતુ રાજધાનીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા વિલિયમસન 3 દિવસ પહેલા જ દિલ્હી છોડી ગયો હતો.

કેરો વિલિયમસન સાથે ન્યુઝિલેન્ડના અન્ય ત્રણ ખેલાડીઓ શુક્રવારે માલદીવ જવા રવાના થયા હતા કારણ કે તેઓ કોરોના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત એવા શહેરોમાંના એક દિલ્હીમાં સલામત નથી લાગતા. સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન વિલિયમસન, ચેન્નાઈ સુપર કિંગ્સનો મિશેલ સેંટનર, રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો કાયલ જેમીસન અને સીએસકે ફિઝિયો ટોમી સિમસેક વ્યાપારી ઉડાનથી માલદીવ જવા માટે રવાના થયો છે.

ભુવનેશ્વર કુમાર સાથે અન્યાય, ફિટનેસ અને સારુ ફોર્મ હોવા છતા ન મળ્યુ ટીમમાં સ્થાન



ન્યુઝિલેન્ડના ચાર ખેલાડીઓ 10 મે સુધી દિલ્હીમાં 'મિનિ બાયો બબલ' માં રોકાવાનું હતું અને 18 જૂને ભારત સામે ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે યુકે જવાનું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'કેનમાં અને ન્યુઝીલેન્ડના કેટલાક અન્ય ખેલાડીઓ દિલ્હીમાં કોરોના રોગચાળાની સ્થિતિને કારણે સલામતા નથી અનુભવતા. આ જ કારણ છે કે તેઓએ માલદીવ જવાનું નક્કી કર્યું. આશ્ચર્યજનક બાબત એ છે કે, ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડને તેની જાણકારી પણ નથી.

IPL 2021 માટે BCCIને શ્રીલંકા તરફથી મળી મોટી ઓફર, સપ્ટેમ્બરમાં થઈ શકે છે આયોજન?


ટ્રેન્ટ બોલ્ટ આઈપીએલના બાકીના ખેલાડીઓ સાથે ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ ગયો છે અને તે તેના પરિવાર સાથે એક સપ્તાહ ગાળ્યા બાદ યુકે જશે. ન્યુઝીલેન્ડની ટીમને ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક ટેસ્ટ શ્રેણી રમાશે. આ ઉપરાંત 18 જૂને, કિવિ ટીમ ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પણ રમશે.
Published by: kuldipsinh barot
First published: May 7, 2021, 11:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading