T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા

News18 Gujarati
Updated: October 18, 2021, 4:56 PM IST
T20 World Cup: પાકિસ્તાન ટીમના કોચનું ભારત સામે મેચ પહેલાં રાજીનામું, 'માસ્તરે' પરીક્ષા પહેલાં 'વિદ્યાર્થીઓ'ને રઝળાવ્યા
પાકિસ્તાન ક્રિકેટ ટીમના હાઇ પર્ફોમન્સ કોચનું પણ રાજીનામું ભારત સામે ટી-20 વર્લ્ડકપમાં 9 દિવસ પછી મેચ છે.

IND VS PAK T-20 World cup: ભારત -પાકિસ્તાન સામે ટી-20 વર્લ્ડકપની મેચના (IND vs PAK T20 World Cup) મુકાબલાના 09 દિવસ પહેલાં પાકિસ્તાન ટીમને મોટો ફટકો પડ્યો છે.

  • Share this:
ભારત સામે ટી-20 વિશ્વ કપમાં યોજાનારી ભારત-પાકિસ્તાન સામેની મેચ પહેલાં પાકિસ્તાનની ટીમ (T20 World Cup IND vs PAK Match)ને ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનના હાઇ પર્ફોમન્સ કોચિંગ પ્રમુખ બ્રેડબર્ન (Pakistan Coach Grant Bradburn Resignation )એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર બ્રેડબર્ન 3 વર્ષથી પીસીબી સાથે જોડાયેલા હતા. સપ્ટેમ્બર 2018થી જૂન 2020થી વચ્ચે બ્રેડબર્ન પાકિસ્તાન ક્રિકેટ ટીમની ફિલ્ડીંગ ટીમના કોચ હતા. ત્યારબાદ તેમણે કોચિંગના ડેવલપમેન્ટની જવાબદારી સંભાળી હતી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા નિવેદન મુજબ બ્રેડબર્ને જણાવ્યું કે પાકિસ્તાન ક્રિકેટ સાથે કામ કરવું મારા માટે ગર્વની વાત છે. સોનેરી યાદો અને શાનદાર અનુભવ સાથે વિદાય લઈ રહ્યો છું. હું પીસીબીનો આભાર માની રહ્યો છું કે મને શીખવાનો મોકો મળી રહ્યો છે.

રમીઝ રાજા પીસીબી ચેરમેન બન્યા પછી રાજીનામાનો દોર

રમીઝ રાજાના પીસીબી ચેરમેન બન્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ છોડનારા બ્રેડબર્ન પાંચમા અધિકારી છે. તેમના પહેલાા મુખ્ય કોચ મિસબાહ ઉલ હક, બૉલિંગ કોચ વકાર યુનૂસ, સીઈઓ વસીમ ખાન અને માર્કેટિંગ હેડ બાબર હમીચ રાજીનામું આપી ચુક્યા છે.

આ પણ વાંચો : IPL Final 2021: ચેન્નાઈ સુપરકિંગ્સનું 'ઘોડું' દશેરાએ દોડશે? જાણો IPLની ફાઇનલમાં કેટલીવાર જીતતા જીતતા રહી ગઈ CSK

બ્રેડબર્ન 3 વર્ષ સુધી પાકિસ્તાન ફિલ્ડીંગ કોચ રહ્યાપાકિસ્તાનની ટીમમાં 55 વર્ષના બ્રેડબર્ને જણાવ્યું કે કોરોના પ્રોટકૉલના લીધે પરિવાર સાથે સમયે વિતાવી શકતા નહોતી. તેમણે આગળ કહ્યુ કે મારી પત્ની અને ત્રણ બાળકો બાળકોએ મને પાકિસ્તાન ક્રિકેટ માટે કામ કરવાનો અવસર આપી અને ખૂબ સારી તક આપી છે. કોવિડ-19 નિયમો દરમિયાન પાકિસ્તાનનો પ્રવાસ કરવો વગેરે પડકારભર્યુ હતું.હવે મારે કોચિંગ છોડીને પરિવારને પ્રાથમિકતા આપવાનો સમય છે.



બ્રેડબર્ન ન્યૂઝીલેન્ડ માટે 7 ટેસ્ટ રમ્યા હતા

બ્રેડબર્ન ન્યૂઝીલેન્ડના ઑફ સ્પિનર હતા. વર્ષ 1990થી 2001 દરમિયા તેઓ ન્યૂઝીલેન્ડ માટે 7 ટેસ્ટ અને 11 વનડે રમ્યા હતા. બ્રેડબર્ન 11 વનડે ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા. બ્રેડબર્ન ન્યૂઝીલેન્ડ અંડર-19ના પણ કોચ હતા.

આ પણ વાંચો :  IPL Final 2021: આઈપીએલની ફાઇલનમાં KKRનો આ રેકોર્ડ છે ખતરનાક, જાણો કેમ CSK માટે ચિંતાનો વિષય છે આ ટીમ

ભારત પાકિસ્તાન વચ્ચે 24મી ઑક્ટોબરે મુકાબલો

ભારત-પાકિસ્તાન વચ્ચે આગામી 24મી ઑક્ટોબરે મુકાબલો થવાનો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ડિપ્લોમસી નથી એટલે પાકિસ્તાન સામે ભારત ફક્ત આઈસીસીસીની ટૂર્નામેન્ટમાં જ રમે  છે. આ સ્થિતિમાં પાકિસ્તાન સામે ભારતના મુકાબલા હંમેશા રોમાંચક બની જાય છે.
Published by: Jay Mishra
First published: October 15, 2021, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading