SA VS WI : પાછલો T20 World cup જીતનારી વેસ્ટઇન્ડિઝની માઠી દશા! સતત બીજી હાર, આફ્રિકાની 8 વિકેટે જીત

News18 Gujarati
Updated: October 26, 2021, 8:20 PM IST
SA VS WI : પાછલો T20 World cup જીતનારી વેસ્ટઇન્ડિઝની માઠી દશા! સતત બીજી હાર, આફ્રિકાની 8 વિકેટે જીત
વેસ્ટઇન્ડિઝની ક્રિકેટ ટીમમાં અંતિમ ઘડીએ ફેરફાર થયો હતો

SA VS WI T20 World cup : વેસ્ટઇન્ડિઝની આજે આફ્રિકા સામે હાર થઈ જતા વર્લ્ડકપમાંથી ફેંકાઈ જવાની શક્યતા

  • Share this:
SA vs WI: ટી 20 વર્લ્ડકપમાં આજે પ્રથમ મેચ સાઉથ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ ગત વખતે ચેમ્પિયન બનેલી વેસ્ટઇન્ડિઝની ટીમને 8 વિકેટે હરાવી દીધું છે (SA VS WI T20 World cup ). આ હારની સાથે જ વેસ્ટઇન્ડિઝનું વર્લ્ડકપનું સ્વપ્ન રોળાઈ રહ્યું છે. ગત વખતે ટી20નો વર્લ્ડકપ જીતનારી ટીમ આ વખતે સતત બીજી હાર સહન કરી રહી છે. અગાઉ ઑસ્ટ્રેલિયા સામે વેસ્ટઇન્ડિઝની હાર થઈ હતી. આ મેચમાં વેસ્ટઇન્ડિઝે 8 વિકેટના નુકસાન પર 143 રન બનાવ્યા હતા જે સાઉથ આફ્રિકાએ 8 વિકેટે 18.2 ઑવરમાં કરી લીધા છે. આમ સાઉથ આફ્રિકાએ પ્રથમ જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે અગાઉ ઑસ્ટ્રેલિયા સામે તેની હાર થઈ હતી.

ખરાબ શરૂઆત છતાં સારું પ્રદર્શન કર્યુ આફ્રિકાએ

સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન ટેમ્બા બાવુમા પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર આન્દ્રે રસેલના થ્રો પર રનઆઉટ થયો હતો. જોકે આ પછી રીઝા હેન્ડ્રીક્સ અને રાસી વેન ડેર ડ્યુસેને 56 રનની ભાગીદારી નોંધાવી હતી. હેન્ડ્રીક્સે 30 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. અકીલ હુસૈને આ ભાગીદારી તોડી હતી.

ત્યારબાદ માર્કરામ ડ્યુસેનને ટેકો આપવા આવ્યો હતો, જેણે 26 બોલમાં અણનમ 51 રન બનાવ્યા. આ ઈનિંગમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ડુસેન 51 બોલમાં 43 રન બનાવીને અણનમ રહ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ IPL ટીમ ખરીદનાર CVC કેપિટલ 100 અબજ ડૉલરની માલિક, જાત-જાતની રમતોમાં ખરીદી છે ટીમ

અગાઉ, દક્ષિણ આફ્રિકા માટે નોર્કિયાએ ચાર ઓવરમાં માત્ર 14 રન આપીને એક વિકેટ લીધી હતી. ડ્વેન પ્રિટોરિયસને ત્રણ અને કેશવ મહારાજને બે વિકેટ મળી હતી. આમ આફ્રિકાની બેટિંગની શરૂઆત ખરાબ હોવા છતાં આફ્રિકાએ સારું પ્રદર્શન કર્યુ હતું.અગાઉ વેસ્ટઇન્ડિઝની બે હાર થઈ ગઈ છે

દક્ષિણ આફ્રિકા સામે હારતા પહેલા વેસ્ટ ઈન્ડિઝને પણ ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પોઈન્ટ ટેબલમાં વેસ્ટ ઈન્ડિઝના 0 પોઈન્ટ છે અને તે છેલ્લા સ્થાને છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાના 2 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે. આમ જો વેસ્ટઇન્ડિઝ હવે એક મેચ પણ હારી જાય તો તેનું વર્લ્ડકપનું સ્વપ્ન રોળાઈ શકે છે જ્યારે આફ્રિકા માટે પ્રથમ જીત સાથે આગળ વધવાની આશા જાગી છે.
Published by: Jay Mishra
First published: October 26, 2021, 8:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading