T20 World Cup વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે શૂઝમાં બિયર રેડીને પીધી, જુઓ Video


Updated: November 15, 2021, 10:41 AM IST
T20 World Cup વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સે શૂઝમાં બિયર રેડીને પીધી, જુઓ Video
મેથ્યૂ વેડ અને માર્કસ સ્ટોઇનીસ જીતની ખુશીમાં ગાંડા થયા

t20 world cup : ઓસ્ટ્રેલિયાનું વિચિત્ર સેલિબ્રેશન, જીતની ખુશીમાં પોતાના જ પહેરેલા શૂઝમાં બીયર રેડી અને પી ગયા, જુઓ વીડિયો

  • Share this:
ઓસ્ટ્રેલિયાએ રવિવારે ટી-20 વર્લ્ડકપ જીતી ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડ કપ (T20 World Cup-2021)ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. જે બાદ ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ ઉજવણી એવી વિચિત્ર હતી કે તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ સેલિબ્રેશનમાં એટલા ડૂબી ગયા હતા કે તેમણે પોતાના શૂઝમાં બિયર નાંખીને પીધી હતી. ICCએ સોમવારે એક વિડીયો શેર કર્યો હતો, જેમાં મેથ્યુ વેડ (Matthew Wade) અને માર્કસ સ્ટોઈનિસ (Marcus Stoinis) જૂતામાં બીયર પીતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર ખડક્યો હતો. ન્યુઝીલેન્ડ માટે કેપ્ટન કેન વિલિયમસને (Kane Williamson) 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

માર્શ અને વોર્નરની લડાયક ઈનિંગ

ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્શે (Mitchell Marsh) 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ રમી હતી અને અણનમ રહ્યો હતો. તો સામે છેડે ડેવિડ વોર્નરે (David Warner) 38 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 55 રન ફટકાર્યા હતા.

આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વધુ સેલેરી લેનાર કોચ કોણ? જાણો રાહુલ દ્રવિડને કેટલો મળશે પગાર, સૌથી વધુ ક્યો દેશ આપે છે સેલેરી

ઉજવણીમાં પાગલ બન્યા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મન મૂકીને ઉજવણી કરી હતી. ICCએ આ ઉજવણીનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ શૂઝમાં બીયર પીતાં જોવા મળી રહ્યા છે. વેડે તેના શૂઝ કાઢ્યા અને તેમાં બીયર રેડીને પીધું. જે બાદ સ્ટોઇનિસે તે જ જૂતું તેના હાથમાંથી લીધું અને તેમાં બીયર રેડીને પીધી હતી. આ વિડીયોને માત્ર 20 મિનિટમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો : ભારતીય ટીમમાં સૌથી વધુ વિરાટ કોહલી, રોહિત શર્મા-જસપ્રીત બુમરાહને મળે છે પગાર, જાણો ખેલાડીઓની સેલેરી



 
 

 

 


View this post on Instagram


 

 

 

 

A post shared by ICC (@icc)






તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ ટાઇટલ જીતનારો છઠ્ઠો દેશ બન્યો છે. આ પહેલાં ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે આ ખિતાબ જીત્યો હતો. ડેવિડ વોર્નરને મેન ઓફ ધ ટુર્નામેન્ટ, જ્યારે માર્શને ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે બીજી વિકેટ માટે 92 રનની જોરદાર ભાગીદારી નોંધાવી હતી.
Published by: Jay Mishra
First published: November 15, 2021, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading