T20 World cup: ક્રિકેટ રસીયાઓ જાણી લો! ઈનઝમામ-ઉલ- હક અને શેન વૉર્નની આગાહી, આ ટીમ જીતી શકે છે વર્લ્ડકપ

News18 Gujarati
Updated: October 22, 2021, 5:52 PM IST
T20 World cup: ક્રિકેટ રસીયાઓ જાણી લો! ઈનઝમામ-ઉલ- હક અને શેન વૉર્નની આગાહી, આ ટીમ જીતી શકે છે વર્લ્ડકપ
શેન વોર્ન અને ઈનઝમા ઉલ હકની આગાહી, ભારત જીતી શકે છે વર્લ્ડ કપ 2021નો ખિતાબ કારણો છે ખાસ

T 20 World cup 2021 Winner Prediction : ટી-20 વર્લ્ડકપની મુખ્ય મેચ શરૂ થાય તે પહેલાં ઈનઝમામ-ઉલ-હક અને શેન વૉર્ને આગાહી કરી દીધી છે.

  • Share this:
T20 World cup: આઈસીસી ટી 20 વર્લ્ડ કપ શરૂ થઈ (ICCT20 World Cup) ગયો છે. પહેલા ક્વોલિફાયર રાઉન્ડ બાદ હવે દરેકની નજર સુપર 12 સામેની મેચ પર છે. ક્રિકેટ જગતના મોટા દિગ્ગજોએ કૌન બનેગા ચેમ્પિયન વિશે (T 20 World cup 2021 Winner Pere diction ) અટકળો શરૂ કરી દીધી છે. ગઈકાલે આ અંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ ઈનઝમામ-ઉલ-હકે આગાહી કરી હતી (Inzamam-ul-Haq on winner of T20 World Cup) હવે આજે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પીનર શેન વોર્ને પણ આગાહી કરી છે (Shane Warne on Winner of T20 World cup) ઓસ્ટ્રેલિયાના મહાન લેગ સ્પિનર ​​શેન વોર્ને પણ નવા ચેમ્પિયન વિશે આગાહી કરી છે. જો વોર્નનું માનીએ તો 14 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનું (Team india T20 Champion) ફરી એક વખત ટી 20 ચેમ્પિયન બનવાનું સપનું પૂરું થઈ શકે છે. આ સિવાય વોર્ન આ વખતે ઈંગ્લેન્ડની ટીમ પર પણ સટ્ટો રમી રહ્યો છે.

શેન વોર્નની આગાહી : શેન વોર્ને ટ્વિટ કર્યું, 'મને લાગે છે કે ભારત અને ઇંગ્લેન્ડ ટી -20 ના ચેમ્પિયન બનવાના સૌથી મોટા દાવેદાર છે. ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ સારો દેખાવ કરી રહી છે. લોકો આ વખતે ઓસ્ટ્રેલિયાને મહત્ત્વ આપી રહ્યા નથી. પરંતુ હું માનું છું કે આ ટીમમાં ઘણા મેચ વિનર છે. આના પછી, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ તરફથી પણ અપેક્ષાઓ છે. ચાલો જોઈએ કે ચેમ્પિયન કોણ બને છે. હું ટૂર્નામેન્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.'

હકના મતે ભારતનો ચાન્સ સારો

પોતાની યુટ્યુબ ચેનલ પર ટુર્નામેન્ટ વિશે ચર્ચા કરતા ઈન્ઝમામે કહ્યું, "કોઈ પણ ટુર્નામેન્ટમાં કોઈ એક ચોક્કસ ટીમ જીતી જશે એવું ચોક્કસપણે કહી શકાય નહીં. આ બધું તેમના જીતવાની કેટલી તકો છે તેના પર આધારિત છે. મારા મતે ભારત પાસે આ ટુર્નામેન્ટ જીતવાની અન્ય ટીમો કરતા વધારે તક છે. ખાસ કરીને આવી પરિસ્થિતિઓમાં ભારતની ટીમના ટી 20 ખેલાડીઓને પણ સારો અનુભવ ધરાવે છે. "



સબ કોન્ટીનેન્ટની પીચમાં ઈન્ડિયા ખતરનાક ટીમ

બુધવારનું ઉદાહરણ લેતા, ઇન્ઝમામે કહ્યું, "ભારતે ઓસ્ટ્રેલિયા સામે આરામથી મેચ રમી હતી. યુએઈની સબકોન્ટીનેન્ટની પિચો પર ભારત વિશ્વની સૌથી ખતરનાક ટી 20 ટીમ છે. આજે પણ જો આપણે 155 રનનો પીછો કર્યો તો તેમને વિરાટ કોહલીની જરૂર પણ નહોતી પડી.

આ બેમાંથી એક ખેલાડી પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ બને તો નવાઈ નહીં

શેન વોર્ને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને ઓયન મોર્ગનનો પણ ઉલ્લેખ કર્યો છે જે ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડની શરૂઆત પહેલા ખરાબ ફોર્મમાં હતા. તેમણે લખ્યું, 'જે લોકો ખરાબ ફોર્મના કારણે ડેવિડ વોર્નર અને મોર્ગનને અવગણી રહ્યા છે, તેમના માટે હું કહેવા માંગુ છું કે યાદ રાખો ક્રિકેટમાં ક્લાસ જ કાયમી છે જ્યારે ફોર્મ અસ્થાયી છે. જોકે આ બેમાંથી કોઈ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બને તો નવાઈ પામવાની જરૂર નથી.
Published by: Jay Mishra
First published: October 22, 2021, 5:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading