એક સમયે પાર્લરમાં કામ કરતો વિજય મુરલી, હવે IPLમાં કરે છે કરોડોની કમાણી

News18 Gujarati
Updated: April 4, 2018, 5:55 PM IST
એક સમયે પાર્લરમાં કામ કરતો વિજય મુરલી, હવે IPLમાં કરે છે કરોડોની કમાણી

  • Share this:
એક સમય એવો હતો જ્યારે વિજય મુરલીને બે ટાઈમની રોટી મેળવવા માટે ઘણા બધા પાપડ વણવા પડતા હતા. વિજય મુરલીએ ગુજરાન ચલાવવા માટે પાર્લરમાં પણ કામ કરવું પડ્યું છે. વિજય ભણવામાં પણ મીડિયમ હતો તેથી તેને નાની ઉંમરમાં જ કમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, આજે તેને કરેલી અથાગ મહેનત બાદ ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું છે, તે ઉપરાંત હાલમાં તે આઈપીએલમાં પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. આઈપીએલ-11ની સિઝનમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન મુરલી વિજયનો જન્મ એક એપ્રિલ 1984ના રોજ થયો હતો. વન-ડે અને ટી-20 ક્રિકેટમાં મુરલી વિજયે મોટી સિદ્ધિ હાંસલ કરી નથી પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તેને સફળ ક્રિકેટર ગણવામાં આવે છે. સહેવાગ અને ગૌતમ ગંભીરના ગયા બાદ મુરલી વિજય ટીમ માટે ઓપનિંગ કરી રહ્યો છે. મુરલી વિજય 12મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પૈસા કમાવવા માટે ઘર છોડીને ભાગી ગયો હતો. કહેવામાં આવે છે જ્યારે તે 12મા ધોરણમાં ભણતો હતો ત્યારે 40 ટકા જ હાંસલ કરી શક્યો હતો જેનાથી દુખી થઇને તેણે કમાવવાનો નિર્ણય લીધો હતો.

17 વર્ષની ઉંમરમાં ઘર છોડ્યા બાદ શરૂઆતના દિવસો મુરલી વિજય માટે મુશ્કેલીઓભર્યા રહ્યા હતા. તે એક હોટલમાં કામ કરતો હતો. ત્યારબાદ મુરલીએ એક પાર્લર જોઇન કર્યું હતું. જ્યાં વિજય બીજા લોકોને પણ જોડાવવા માટે પ્રેરિત કરવા લાગ્યો. વિજયને આ કામના બદલામાં પાર્લર તરફથી કમિશનર આપવામાં આવતું હતું. જોકે, આ કામ પણ મુરલી વિજય વધુ દિવસ સુધી કરી શક્યો નહીં.

વિજયે એકવાર ફરી અભ્યાસ કરવાનો નિર્ણય લીધો અને 12મું ધોરણ પૂર્ણ કર્યું. ત્યારબાદ ચેન્નઇના વિવેકાનંદ કોલેજમાં એડમિશન લીધું. અહી વિજયનું ધ્યાન ક્રિકેટ તરફ ગયું. તે દિવસ-રાત ક્રિકેટમાં મહેનત કરવા લાગ્યો. મહેનત કરવા છતાં મુરલી વિજયને તમિલનાડુની ટીમમાં સ્થાન મળ્યું નહી.

ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરુણે વિજયનો ભરપૂર સાથ આપ્યો હતો. ભરત અરુણને કારણે વિજયને ચેન્નઇ ક્રિકેટ ક્લવમાં રમવાનો મોકો મળ્યો હતો. અહીં પોતાની બેટિંગથી મુરલી વિજયે સૌ કોઇને પ્રભાવિત કર્યા હતા.

બાદમાં 2008માં મુરલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવાની તક મળી. વિજયને સાઉથ સુપરસ્ટાર કમલ હસનની એક્ટિંગ ખૂબ પસંદ છે. મુરલી વિજયના જીવનનો સૌથી રસપ્રદ કિસ્સો એ છે કે તેણે પોતાના ખાસ મિત્ર અને ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકની પ્રથમ પત્ની નિકિતા સાથે લગ્ન કર્યા છે.
Published by: Mujahid Tunvar
First published: April 4, 2018, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading