IPL 2021: ટી20માં 10 હજાર રન પૂરા કરનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય બેટ્સમેન

News18 Gujarati
Updated: September 26, 2021, 10:24 PM IST
IPL 2021: ટી20માં 10 હજાર રન પૂરા કરનાર વિરાટ કોહલી પ્રથમ ભારતીય બેટ્સમેન
વિરાટ કોહલી ટી-20માં દસ હજાર રન પૂરા કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

RCB vs MI: RCB ના કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli)એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ટી 20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આઈપીએલ મેચમાં જસપ્રિત બુમરાહની બોલમાં સિક્સર ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

  • Share this:
દુબઈ: વિરાટ કોહલી (Virat Kohli) ટી 20 ક્રિકેટમાં 10,000 બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. RCB ના કેપ્ટન કોહલીએ જસપ્રિત બુમરાહની બોલ પર સિક્સર ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સ (RCB vs MI) સામે આ રેકોર્ડ બનાવ્યો છે. તેમના પહેલા માત્ર ચાર ક્રિકેટરો જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા. કોહલીએ આ મેચ પહેલા ટી -20 માં 5 સદી અને 73 અડધી સદી ફટકારી છે. તે ટી 20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ રન બનાવનાર પણ છે.

વિરાટ કોહલીએ મુંબઈ વિરુદ્ધ 13 રન બનાવતા આ ખાસ મુકામ હાસિલ કર્યો હતો. તેણે પોતાના ટી20 કરિયરની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો છે. કોહલી ફટાફટ ક્રિકેટના આ ફોર્મેટમાં અત્યાર સુધી 5 સદી અને 73 અડધી સદી ફટકારી ચુક્યો છે અને તેનો સર્વાધિક સ્કોર 113 રન રહ્યો છે. તમને જણાવી દઈએ કે આઈપીએલમાં વિરાટ 6 હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. ચેન્નઈ વિરુદ્ધ રમાયેલી છેલ્લી મેચમાં કોહલી 53 રન બનાવી આઉટ થયો હતો. ભારત તરફથી કોહલી બાદ ટી20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રોહિત શર્મા છે, જેણે 351 મેચની 338 ઈનિંગમાં અત્યાર સુધી 9348 રન બનાવ્યા છે. આ દરમિયાન હિટમેને છ સદી અને 65 અડધી સદી ફટકારી છે.

વિરાટ કોહલીએ તોડ્યો વોર્નરનો રેકોર્ડ

વિરાટ કોહલી ટી20 ક્રિકેટમાં સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરવાના મામલામાં બીજા સ્થાને આવી ગયો છે. તેણે 299 ઈનિંગમાં 10 હજાર રન પૂરા કરી વોર્નરને પાછળ છોડી દીધો છે. વોર્નરે આ આંકડો 303 ઈનિંગમાં પાર કર્યો હતો. સૌથી ઓછી ઈનિંગમાં દસ હજાર રન પૂરા કરનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે, જેણે 285 ઈનિંગમાં આ કમાલ કર્યો હતો.

આ પણ વાંચો: CSK vs KKR : અંતિમ ઓવરમાં જાડેજાની ધમાકેદાર બેટિંગ બાદ KKRની હાર, CSK ટોપ પર

મુંબઈના કેપ્ટન રોહિત શર્મા કોહલીની પાછળ છેવિરાટ કોહલી બાદ રોહિત શર્મા બીજા નંબર પર છે જ્યારે ભારતીય બેટ્સમેનની વાત આવે છે જેણે ટી -20 માં સૌથી વધુ રન બનાવ્યા છે. RCB સામેની મેચ પહેલા તેણે 351 T20I માં 32 ની એવરેજથી 9368 રન બનાવ્યા હતા. 6 સદી અને 75 અડધી સદી ફટકારી છે. T20 આંતરરાષ્ટ્રીયમાં રોહિતે 111 મેચમાં 33 ની સરેરાશથી 2864 રન બનાવ્યા છે. 4 સદી અને 22 અડધી સદી પણ ફટકારી છે.
Published by: kuldipsinh barot
First published: September 26, 2021, 10:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading