અરવિંદ કેજરીવાલે કાગળ પર લખીને કરી મોટી ભવિષ્યવાણી, 'ભાજપથી લોકો ડરે છે, ગુજરાતમાં આપની સરકાર બને છે'
Updated: November 27, 2022, 1:25 PM IST
અરવિંદ કેજરીવાલ
AAP in Gujarat Election: આપનાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સાચ્ચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું'
સુરત: આપનાં રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે આ સાથે ગુજરાત ચૂંટણીને પણ થોડા જ દિવસો બાકી છે. ત્યારે અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, 'ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને છે.'
અરવિંદ કેજરીવાલે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે, 'ભારતીય જનતા પાર્ટીનાં લોકો આપનાં અનેક લોકો પર હુમલા કરે છે. ભાજપ ડરી ગઇ છે. 27 વર્ષમાં પહેલીવાર ભાજપ આટલું બધું કેમ ડરી રહ્યું છે? હું તમને એનો જવાબ આપું છું. તમે રસ્તા પર જઇને કોઇને પણ પૂછો કે, તમે કોને વોટ આપશો. તો સામેથી જવાબ આપશે આમ આદમી પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી. જે લોકો ભાજપને મત આપવાનું કહે છે, તેમની સાથે થોડીવાર વાત કરો તે પણ પાંચ મિનિટમાં કહેશે કે, મારો આખો મહોલ્લો આપને વોટ આપવાનો છે મારે પણ આપને મત આપવો છે પરંતુ ડર લાગે છે.'
આ પણ વાંચો: શું કહે છે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની રાજકીય કુંડળી?કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે, 'ત્રણ વાત સ્પષ્ટ છે કે, પહેલું કે આમ આદમી ડરેલો છે, બીજું -કોંગ્રેસનાં વોટર શોધશો તો પણ નહીં મળે અને ત્રીજું - ભાજપના મોટાપ્રમાણમાં મતદારો આમ આદમી પાર્ટીને મત આપવા જઇ રહ્યા છે. ગુજરાત આ વખતે પરિવર્તન ઇચ્છે છે.'
તેમણે કહ્યું કે, 'અત્યાર સુધી પંજાબ અને દિલ્હીમાં જેટલી ભવિષ્યવાણી મેં કરી છે તે બધી સાચ્ચી પડી છે. હું આજે ગુજરાત માટે ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. 27 વર્ષનાં કુસાશન બાદ ગુજરાતની જનતા રીલીફ મળશે.' તેમણે વધુમાં કહ્યુ કે, અમારી સરકાર બનશે તો 31 ડિસેમ્બર સુધીમાં જૂની પેન્શન સ્કિમ લાગુ કરવાનું નોટિફિકેશ જાહેર કરી દેવામાં આવશે. પંજાબમાં પણ થયું છે અને ગુજરાતમાં પણ થશે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટનાં કર્મચારીઓની તમામ સમસ્યાઓને ઉકેલવામાં આવે છે.'
Published by:
Kaushal Pancholi
First published:
November 27, 2022, 1:07 PM IST