ઉમરપાડામાં બુટલેગરોનો દાવ ઊંધો પડ્યો, પોલીસની હિંમત સામે કાર મૂકી ઊંધી પૂંછડીએ ભાગ્યા
Updated: August 23, 2022, 5:47 PM IST
પોલીસને જોઈ બુટલેગરો ભાગવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો અને પોલીસની બાઇકને ટક્કર મારી હતી.
બુટલેગરો પોલીસથી બચવા નાસભાગ કરતા રહ્યા પણ ટાઉનમાં પોલીસની નાકાબંધી જોઈ ગભરાયેલા બુટલેગરો શરદા ગામ નજીક કાર મૂકી જંગલમાં ભાગી ગયા હતા.
કેતન પટેલ, બારડોલી: વાત કરીએ સાતીર બુટલેગર અને બહાદુર ઉમરપાડા પોલીસની તો ગઈ કાલે રાત્રે પોલીસ અને બુટલેગરો વચ્ચે રાત્રિના અંધારામાં દોડપકડ શરૂ થઇ હતી અને અંતે સાતીર બુટલેગરો પોલીસની હિંમત સામે હારી ગયા હતા અને બે કાર મૂકી જંગલમાં ફરાર થઇ ગયા હતા. જોકે આ આખી ઘટના ત્રીજી આંખમાં કેદ થઈ અને પોલીસની બહાદુરી સામે આવી હતી.
સુરતના ઉમરપાડામાં બુટલેગરોનો દાવ ઉલટો પડ્યો હતો. અહીં નર્મદા જિલ્લાના રસ્તે સુરત જિલ્લામાં બુટલેગરોએ પ્રવેશ તો કર્યો પરંતુ બુટલેગરોને એમ કે ઉમરપાડા પોલીસ ઊંઘતી રહેશે અને દારૂ સપ્લાય કરી બિન્દાસ ભાગી જશે પરંતુ બુટલેગરનો દાવ ઉલટો પડ્યો કેમકે ઉમરપાડા પોલીસ એલર્ટ મોડમાં હતી અને જેવી ઉમરપાડા વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી કાર આવી કે તરત પોલીસ હરકતમાં આવી ગઇ હતી.
જોકે પોલીસને જોઈ બુટલેગરો ભાગવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો અને પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી છૂટવા હવાતિયાં માર્યા હતા પરંતુ સમગ્ર ટાઉનમાં પોલીસની નાકાબંધી હતી અને અંતે બંને મોંઘી કાર મૂકી બુટલેગરો જંગલમાં ભાગી ગયા હતા. ઉમરપાડા પોલીસે કારમાંથી 500થી વધુ દારૂની બોટલો, બે કાર કબ્જે લઈ શરૂ તપાસ કરી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં રોગચાળો બેકાબુ બનતા AMC ના મેડિકલ ઇન્ચાર્જ ઓફિસરે લોકોને આપી ખાસ સલાહ
આ આખી ઘટના ઉમરપાડા ટાઉનમાં એક પેટ્રોલપમ્પ પર લાગેલા સી.સી.ટી.વીમાં કેદ થઇ ગઇ છે. બે પોલીસ કર્મી પોતાની બાઇક નીચે નાખી કાર ઉભી રાખવા પ્રયત્ન કરે છે અને બુટલેગર પોલીસની બાઇકને ટક્કર મારી ભાગી છૂટે છે. પરંતુ ઉમરપાડા પોલિસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો.
આ પણ વાંચો- ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ, પાટણ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીબુટલેગરો પોલીસથી બચવા નાસભાગ કરતા રહ્યા પણ ટાઉનમાં પોલીસની નાકાબંધી જોઈ ગભરાયેલા બુટલેગરો શરદા ગામ નજીક કાર મૂકી જંગલમાં ભાગી ગયા હતા. પોલીસે કાર ચેક કરતા કારમાંથી 505 વિદેશી દારૂની બોટલો, બે મોંઘી કાર મળી 13.82 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બુટલેગરોને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
Published by:
rakesh parmar
First published:
August 23, 2022, 5:46 PM IST