5G Technology: શું 5Gના કારણે વિમાન તૂટી પડે? અમેરિકાએ એરપોર્ટ નજીક ટેક્નોલોજી શરૂ કરવામાં મોડું કેમ કર્યું?


Updated: January 27, 2022, 10:50 AM IST
5G Technology: શું 5Gના કારણે વિમાન તૂટી પડે? અમેરિકાએ એરપોર્ટ નજીક ટેક્નોલોજી શરૂ કરવામાં મોડું કેમ કર્યું?
5G ટેક્નોલોજી

5G Technology : હાલમાં વિશ્વના ઘણા દેશોમાં 5G ટેકનોલોજી અને મોબાઇલની માંગ વધી રહી છે. 5G ફોન તકનીકની પાંચમી પેઢી છે. તે 4G કરતા 100 ગણી ઝડપી નેટવર્કની ગતિ આપી શકે છે.

  • Share this:
નવી દિલ્હી: 5G ટેકનોલોજીના કારણે તાજેતરમાં અમેરિકાના એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. અમેરિકાના એરપોર્ટ બહાર લગાવવામાં આવતી 5G ટેકનોલોજી (5G Technology)ના કારણે વિમાનોના ઉપકરણોને અસર થશે તેવા ડરથી અલગ અલગ એરલાઇન્સ દ્વારા ઉડાન રદ્દ કરી દેવામાં આવી હતી. ઉડ્ડયન કંપનીઓના માલિકો અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા સંભવિત સમસ્યા અંગે આપવામાં આવેલી ચેતવણીને પગલે ટેલિકોમ કંપનીઓ એટીએન્ડટી (AT&T) અને વેરાઇઝને અમેરિકાના હવાઇમથકોની આસપાસ આશરે 5G માસ્ટને સક્રિય કરવામાં મોડું કર્યું હતું. આ ઘટનાક્રમ વચ્ચે 5G ટેકનોલોજી વિમાનમાં કેવી રીતે દખલ કરી શકે છે? અને શું સમસ્યા ઉભી થઈ શકે છે? તે જાણવું જરૂરી છે.

4G કરતા અનેક ગણી ઝડપ

હાલમાં વિશ્વના ઘણા દેશોમાં 5G ટેકનોલોજી અને મોબાઇલની માંગ વધી રહી છે. 5G ફોન તકનીકની પાંચમી પેઢી છે. તે 4G કરતા 100 ગણી ઝડપી નેટવર્કની ગતિ આપી શકે છે. વધુને વધુ વ્યાપક કવરેજ સાથે ઝડપ હાંસલ કરવા માટે એટીએન્ડટી (AT&T) અને વેરાઇઝને સી-બેન્ડ ફ્રિક્વન્સી તરીકે ઓળખાતી વસ્તુનો ઉપયોગ કરીને 5G ઇન્ટરનેટ જનરેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

રેડિયો અલ્ટિમીટર

આ ટેકનોલોજી રેડિયો ફ્રિક્વન્સી (અથવા રેડિયો વેવ્સ)નો જ પ્રકાર છે. જે 3.7 અને 3.98 ગીગાહર્ટ્ઝની વચ્ચે હોય છે. આ ફ્રીક્વન્સીઝ ઊંચાઈ માપવા માટે આધુનિક વિમાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ફ્રીક્વન્સીઝની નજીક હોય છે. એરક્રાફ્ટમાં રેડિયો અલ્ટિમીટરને મહત્વનો ભાગ કહેવામાં આવે છે, તે 4.2-4.4 ગીગાહર્ટ્ઝ વચ્ચે સી-બેન્ડ ફ્રીક્વન્સીઝ પર કામ કરે છે. પાઇલટ્સ વિમાનને સુરક્ષિત રીતે ઉતારવા માટે રેડિયો અલ્ટિમીટર પર આધાર રાખે છે. યોગ્ય રીતે જોઈ ન શકાતું હોય એટલે કે, એરપોર્ટ ઊંચા પર્વતોથી ઘેરાયેલું હોય અથવા જ્યારે વાતાવરણમાં ધુમ્મસ હોય તેવી સ્થિતિમાં તેનો ઉપયોગ થતો હોય છે.

રેડિયો અલ્ટિમીટરના સિગ્નલને નુકસાન અથવા ખલેલ પહોંચાડી શકે5જી અને રેડિયો અલ્ટિમેટરની ફ્રીક્વન્સીઝ વચ્ચેના ટૂંકા ગેપને કારણે એરપોર્ટ નજીક 5G ટાવર્સમાંથી રેડિયો તરંગો મુશ્કેલી ઊભી કરી શકે છે. એટલે કે ફોનમાં 5Gનો ઉપયોગ કરતા લોકો અજાણતા રેડિયો અલ્ટિમેટરના સિગ્નલમાં ગરબડ કે વિક્ષેપ કરી શકે છે. જો થોડીક સેકન્ડ માટે પણ આવું થાય તો લેન્ડિંગ દરમિયાન પાઇલટને સાચી માહિતી મળતી નથી અને તકલીફ ઊભી થઈ શકે છે. આ જ કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

એરપોર્ટની આસપાસનો પર્વત ઓછા હોય તો જોખમ નહિવત

5Gનો અમલ કરતા અન્ય દેશો સી-બેન્ડ ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરી રહ્યા છે. આ ફ્રીક્વન્સીઝ રેડિયો અલ્ટિમીટર્સ સાથે અથવા તેની નજીક ઓવરલેપ થાય છે. પરિણામે કોઈ સમસ્યા ઊભી થતી નથી. ઉદાહરણ તરીકે, યુકેમાં 5G 4GHz સુધી જાય છે. એરપોર્ટની આસપાસ ઓછા અથવા કોઈ પર્વતો ન હોવાને કારણે જોખમ ઓછું રહે છે. કેટલાક અન્ય દેશો વિમાનના ઉપકરણો કરતા થોડી અલગ ફ્રીક્વન્સી પર 5G ચલાવે છે. ઉદાહરણ તરીકે, યુરોપિયન યુનિયનમાં 5G 3.8GHz સુધી જાય છે. આને અમેરિકાના એરપોર્ટ માટે સારો વિકલ્પ માનવામાં આવે છે.

ઉકેલ શું?

મુશ્કેલી ન ઊભી થાય તે માટે કે 5G માટે 24GHzથી 47GHz જેવા ઊંચા બેન્ડનો ઉપયોગ કરવામાં આવે તે સારો વિકલ્પ રહેશે. આ ફ્રીક્વન્સીઝ પર ડેટાની સ્પીડ ઘણી વધારે હોય છે, અલબત્ત, દરેક સેલનો કવરેજ એરિયા ઘણો નીચો હોવાથી વધુ ટાવર્સની જરૂર પડી શકે છે.

જોખમને ગંભીરતાથી લેવાની જરૂર

એરપોર્ટની આસપાસના ટાવર્સમાંથી સિગ્નલની શક્તિ ઘટાડવાનો અન્ય વિકલ્પ પણ છે. આ વિકલ્પનો ઉપયોગ ફ્રાન્સ અને કેનેડામાં કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. તેમાં ફ્રિકવન્સી બદલવાની વાત નથી. સિગ્નલની મજબૂતાઈ ડેસિબલ્સમાં માપવામાં આવે છે, ગીગાહર્ટ્ઝમાં નહીં. સિગ્નલની મજબૂતાઈને મર્યાદિત કરવાથી નજીકના બેન્ડ્સ સાથે હસ્તક્ષેપની શક્યતા ઘટી શકે છે.

બીજો સંભવિત ઉપાય એ છે કે રેડિયો અલ્ટિમીટરની ફ્રીક્વન્સીઝ રેન્જને કંટ્રોલમાં રાખવી. જોકે, આવું કરવામાં લાંબો સમય લાગશે અને ઉડ્ડયન ઉદ્યોગને તેના માટે વધુ સંસાધનોની જરૂર પડશે.

આ પણ વાંચો: 5G services: ગુજરાતના ત્રણ સહિત દેશના 13 શહેરમાં 2022ના વર્ષમાં શરૂ થશે 5G સેવા

ઉલ્લેખનીય છે કે, 5G હસ્તક્ષેપને કારણે ઇન-ફ્લાઇટ મુશ્કેલીઓનું જોખમ ખૂબ ઓછું હોઈ શકે છે. પરંતુ લોકોની સલામતીની વાત આવે ત્યારે આપણે કોઈપણ પ્રકારના જોખમને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. જ્યાં સુધી સંબંધિત અધિકારીઓ આગળનો સૌથી સલામત રસ્તો નક્કી ન કરે, ત્યાં સુધી યુ.એસ. એરપોર્ટ્સ નજીક 5G માસ્ટને રોલ આઉટ કરવામાં વિલંબ કરવાનું પગલું સારો વિકલ્પ છે.
First published: January 27, 2022, 10:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading